સાઉથ આફ્રિકામાં સૌથી વધુ ગુજરાતી વેપારીઓ લૂંટાય છે અને સૌથી વધુ લૂંટારુઓના નિશાન પર હોય છે. સાઉથ આફ્રિકામાં પ્રેટોરિયા લોડિયમ ટાઉનમાં થયેલ લૂંટનો સમગ્ર ઘટનાક્રમ અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ નિગ્રો લૂંટારુઓએ સાઉથ આફ્રિકાના પ્રેટોરિયા લોડિયમ ટાઉનનો લૂંટનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક મોબાઈલની શોપમાં ઘુસી ગયેલા નિગ્રો લૂંટારુઓએ એકાએક 3 મિનિટમાં લૂંટ ચલાવી અને માલ લઈને લૂંટારુઓ ફરાર થવા પામ્યા હતા જેની સમગ્ર ઘટના ક્રમના સીસીટીવી વાયરલ થયા હતા. અનુમાન લગાવામાં આવે છે કે પાકિસ્તાની શોપ સંચાલક અને એક ગુજરાતીને બંધક બનાવીને લૂંટને અંજામ અપાયા હોય તેમ જણાઈ રહ્યું હતું.
દક્ષિણ આફ્રિકા અને ઝીમ્બાબ્વેની સરહદ પર વેન્ડા શહેર આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે. વસ્તીની વાત કરીએ, તો વેન્ડાની વસ્તી માત્ર 70 હજારની છે, પણ અહીં ગુજરાતીઓ જ 20 હજાર છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી આફ્રિકાના અલગ અલગ શહેરોમાં વસે છે. આફ્રિકામાં દુકાનો ધરાવતા વેપારીઓમાં સૌથી વધુ સંખ્યા પણ ગુજરાતીઓની છે. જેથી ગુજરાતનું યોગદાન મોટું હોવાનું કહી શકાય. વેન્ડામાં મોબાઇલ શોપ, ગ્રોસરી સ્ટોર, સુપર મોલ, પ્લાયવુડ, હાર્ડવેર, શાકભાજી સહિતની મહત્તમ દુકાનો ગુજરાતીઓની માલિકીની છે. વર્ષો પહેલા ગુજરાત છોડી વેન્ડા ગયેલા લોકો વેન્ડાના સ્થાનિક બજારમાં 50 ટકા ઉપરાંતનો કબજો ધરાવે છે. ભરૂચ જિલ્લાના સૌથી વધુ લોકો વેન્ડામાં રોજગારી મેળવે છે. જેમાં કેટલાક ધંધો કરે છે, તો કેટલાક નોકરી કરે છે.