ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસે આવેલ ગડખોલ પાટિયા પાસે બિનઅધિકૃત ઝૂંપડપટ્ટીમાં રહીશો રહેતા લોકો રેલવે ઝૂંપડા ખાલી કરવા કરવા નોટિસ ફટકારતા શ્રમજીવી પરિવારના સભ્યોની હાલત કફોડી બની છે. 30 થી 40 વર્ષથી રહીએ છે ક્યાં જઈએ તેવા સવાલ ઉભા કરી મતદાન કાર્ડ સહીત આધાર પુરાવા રજૂ કરી આક્રોશ ઠાલવ્યો હતો.
જે બાદ રેલવેની હદમાં આવતા તમામ ઝુંપડા તંત્ર દ્વારા બુલડોઝર વડે દૂર કરવામાં આવ્યા હતા જેમાં રેલવે પોલીસના બંદોબસ્ત વચ્ચે ઝુંપડા તોડવામાં આવ્યા હતા. જેમાં ઝૂંપડામાં રહતા ગરીબ વર્ગીય લોકો રસ્તા પર આવી જગ્યા હોવાની ભીતિ વર્તાઇ હતી. વેસ્ટર્ન રેલવે વિભાગ દ્વારા ગત 8 મી સપ્ટેમ્બરના રોજ નોટિસ દ્વારા, ગડખોલ ફાટક પાસે રહેતા ઝૂંપડપટ્ટીના રહીશોને તેવો દ્વારા રેલ્વેની હદમાં 318/3 થી 318/25 વચ્ચે ગેટ નંબર 173 નજીક અપ લાઇનમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે દબાણ કરવામાં આવ્યું છે.
આ રેલવે પેન 1989 ની કલમ 147 નું ઉલ્લંઘન છે. 12.09.2021 સુધીમાં રેલવેની હદમાં કરવામાં આવેલા અનધિકૃત દબાણ તાત્કાલિક દૂર કરીને રેલવેની જમીન ખાલી કરવા નોટિસ ફટકારી હતી અને અને ના કરશે તો દબાણ રેલ્વે દ્વારા દૂર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી આ અંગે સ્થાનિક ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની પગ તળે જમીન ખસી ગઈ હતી.