વલસાડની અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રાથમિક વિભાગની એક શિક્ષિકા કોરોના સંક્રમિત થઈ હતી. જેથી સ્કૂલમાં એક અઠવાડિયાની રજા આપી દેવામાં આવી છે. જોકે, આ ઘટનામાં શાળા મંડળ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ તેમજ આરોગ્ય વિભાગને કોઇ જ પ્રકારની જાણકારી આપી નહીં હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. વલસાડ જિલ્લામાં ફરી કોરોનાનો પગપેસારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લાની એક જાણીતી સ્કૂલની શિક્ષિકા કોરોના પોઝિટિવ થતા શાળાના વર્ગો બંધ કરવાની નોબત આવી છે. આમ એક જાણીતી સ્કૂલની શિક્ષિકા કોરોના પોઝિટિવ થતા શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લામાં કોરોના નો એક પણ કેસ એક્ટિવ નહિ હતો. એક રીતે જિલ્લો કોરોના મુક્ત થઈ ગયો હતો. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લામાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે.
તાલુકા આરોગ્ય વિભાગની ટીમ શાળાની મુલાકાત લઈને શિક્ષકની ટ્રાવેલ હિસ્ટ્રી અને સંપર્ક હોસ્ટ્રી ચેક કરીને સંપર્કમાં આવેલા લોકોમાં લક્ષણો જણાતા કોરેન્ટાઇન કરવામાં આવશે. તેમજ તમામ શિક્ષકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યાં છે.વલસાડ શહેરની જાણીતી કોન્વેન્ટ સ્કૂલની એક શિક્ષિકાને પણ શંકાસ્પદ લક્ષણો જણાતા ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતા શિક્ષિકા કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. આથી શાળા દ્વારા ધોરણ 6 થી 8 ના વર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. માત્ર ધોરણ 6 થી 8 ના વર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. આમ એક સમયે કોરોના મુક્ત થયેલા વલસાડ જિલ્લામાં ફરી એક વખત કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. અત્યારે વલસાડ જિલ્લામાં કોરોનાના 5 એક્ટિવ કેસ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. જોકે શાળાની શિક્ષિકા કોરોના પોઝિટિવ આવતા શાળામાં અભ્યાસ કરતા બાળકો અને તેમના વાલીઓ ફફળાટ વ્યાપી ગયો છે.
અન્ય બાળકોને પણ સંક્રમણનો ખતરો હોવાની શક્યતા છતાં. શાળાએ ગંભીર બેદરકારી દાખવી અને શિક્ષિકા કોરોના પોઝિટિવ હોવાની વાત જિલ્લા આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ થી પણ છુપાવી હતી.