Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં ભાદરવો જામ્યો : સાર્વત્રિક મેઘમહેર, મોસમનો કુલ વરસાદ ૭૫ ટકાને પાર…

Share

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘમહેર જામી છે, ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જીલ્લામાં આજરોજ સવારના 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી કુલ 209 મી.મી. વરસાદ ખાબકયો. જિલ્લાના ૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદી માહોલ રહેતા ધરતી પુત્રો સહિત લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભરૂચ જિલ્લામાં ભાદરવો ભરપૂર હોય તેમ વરસાદી માહોલના આગમનથી ઠેરઠેર પાણી ભરાયા હતા, ગત રાત્રીના સમયથી સવાર સુધી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો, મંગળવારે બપોરના 4 કલાક સુધી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં અંકલેશ્વર 9(મિમી), વાલિયા 68, ભરૂચ 13, નેત્રંગ 16, ઝઘડિયા 22, વાગરા 17, હાંસોટ 4, આમોદ 9, જંબુસર 47 મી. મી વરસાદ નોંધાયો હતો.

મહત્વનું છે કે ચોમાસાની ઋતુમાં જિલ્લામાં જ જુલાઈના અંત અને ઓગષ્ટ માસમાં છૂટોછવાયો વરસાદ રહેતા ધરતી પુત્રો અને લોકોમાં ચિંતા પ્રસરી હતી અને ઓગસ્ટ માસમાં સિઝનનો કુલ વરસાદ ગત વર્ષ કરતા ૫૦ ટકા પણ ન રહેતા લોકો આ વર્ષે ચોમાસુ નબળુ જશે તેવી ચર્ચાઓમાં જોતરાય હતા, પરંતુ સપ્ટેમ્બર માસમાં જાણે કે ભાદરવો ભરપૂર હોય તેમ ચાલુ વર્ષે સિઝનનો કુલ વરસાદી આંક ૭૫ ટકા સુધી પહોંચી ગયો છે અને હવામાન વિભાગની આગાહીની જેમ જ વરસાદી માહોલ જિલ્લામાં વરસી રહ્યો છે જેને પગલે વાદળ છાયા વાતાવરણ વચ્ચે લોકો ઠંડકનો અનુભવ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરનાં મારવાડી ટેકરા ખાતેના મકાન તથા સ્વિફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

ગુજરાત યુવા બોર્ડની બેઠકમાં ઝઘડીયાના સંયોજક દિનેશ વસાવાને ભરૂચ જિલ્લાની જવાબદારી સોંપાઇ.

ProudOfGujarat

સુરત એરપોર્ટ પરથી DRI એ 48.20 કિલો ગોલ્ડ પેસ્ટ જપ્ત કરી, 3 મુસાફરો સહિત ઇમિગ્રેશન PSI ની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!