ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા આજરોજ વાલીયા તાલુકાના વટારીયા ગામે કોવિડ19 ન્યાયયાત્રા અંતર્ગત મૃતકોના પરિવારોને મળી સાંત્વના પાઠવી હતી. અર્જુનભાઇ એ એપિડેમિક એક્ટ હેઠળ મૃતકોના પરિવારને વળતર આપવા માટે રાજ્ય સરકારને હાકલ કરી હતી.
કોરોના કાળ દરમિયાન દર્દીઓને અને તેઓના સગા સંબંધીઓને પડેલી મુશ્કેલીઓથી પણ તેઓ અવગત થયા હતા. મૃતકના પરિવારને મળતા પૂર્વે વટારીયા ખાતે કોંગ્રેસી કાર્યકરો સાથે બેઠક યોજી હતી. અને જિલ્લામાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા તેમજ કોરોના ના પીડિત પરિવારને દુઃખની ઘડીમાં તેઓની પડખે ઉભા રહેવા માટે સૌ કાર્યકરોને આગ્રહ કર્યો હતો.
કોંગ્રેસની ન્યાય યાત્રા દરમિયાન તેઓ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી સંદીપ માંગરોલા , માનસિંહ ડોડીયા શેરખાન પઠાણ, સુલેમાન પટેલ,ધનરાજ વસાવા, જુબેર પટેલ, હિતેન્દ્રસિંહ ખેર, ફતેસિંહ વસાવા, વિજય સિંહ વસાવા સરપંચ હમીરભાઈ વસાવા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ વાલીયાના વટારીયા ગામે કોરોનામાં મૃત પામેલ પરિવારોને મળી સાંત્વના પાઠવી
Advertisement