સરકાર દ્વારા દિવ્યાંગ બાળકો માટે અલગ-અલગ પ્રકારના પ્રોજેક્ટ લોન્ચ કરેલ છે ત્યારે આજે લીંબડી સીઆરસી ભવન ખાતે લીંબડી ચુડા અને સાયલા ના દિવ્યાંગ બાળકો માટે સમગ્ર શિક્ષા આઈ.ડી. વિભાગ ગાંધીનગર અર્તગત દિવ્યાંગ એસેસમેન્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
જેમાં દિવ્યાંગતાની કેટેગરી CPMR એટલે કે મગજને લગતા માનસિક, HI બહેરા મુંગા, VI એટલે કે અંધ, OH એટલે હાડકાંને લગતા દિવ્યાંગ બાળકોનુ એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું ત્યારે અંદાજીત દિવ્યાંગ બાળકોને તાલીમ આપતા 26 શિક્ષકો પણ હાજર રહ્યા હતા ત્યારે આ દિવ્યાંગ બાળકોને જે-તે કેટેગરીના ડોક્ટરી સર્ટિફિકેટ પરથી દિવ્યાંગતાને લગત સાધન સામગ્રી બે માસની અંદર આપવામાં આવશે તેમજ જે બાળકે આનો લાભ અગાઉ લીધેલ હશે તેને આનો લાભ મળવા પાત્ર નથી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement