Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : જૂના દીવા રોડ પર આવેલ સોસાયટીના બંધ મકાનમાંથી લાખોની ચોરી કરી ચોરો ફરાર.

Share

અંકલેશ્વર પંથકમાં ચોરીના બનાવો દિવસે અને દિવસે ઘણા વધી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરમાં વધુ એક ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. ગત તા. 18 મી સાંજથી 19 મી સવારના 7 વાગ્યા સુધીના અરસામાં જૂના દીવા રોડ પાસે આવેલ સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીના બંધ મકાનમાં લાખોની મત્તાની ચોરી કરીને ચોરો ફરાર થવા પામ્યા હતા જે અંગે પરિવારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર ઘર માલિક મહેન્દ્રભાઇ નાથુભાઈ આહીર પોતાના પરિવાર સાથે ગણપતિ વિસર્જન હોવાને કારણે ફોર વ્હીલ ગાડી લઈ અને પોતાની સાસરીમાં જઇ રહ્યા હતા અને તેઓ નવસારી ખાતે જ સાસરીમાં રોકાયા હતા જે બાદ બીજે દિવસે સવારે તેઓના પાડોશીએ તેઓને ફોન કરીને જણાવ્યુ હતું કે તમારા ઘરનું મેઇન દરવાજનું લોક તૂટેલું છે અને તેઓના ઘરની લાઇટ ચાલુ છે જે બાદ તેઓ તેમના પરિવાર સાથે અંકલેશ્વર પરત ફર્યા હતા.

ઘરની અંદર જોતાં દરવાજાનો નકૂચો તોડીને લોક જમીન પર પડેલું હતું જે બાદ ઘરમાં દરેક સમાન વેર વિખેર કરી નાંખ્યો હતો. જેમાં તિજોરીમાં મુકેલ સોના ચાંદીના દાગીના પૈકી 30 ગ્રામનું સોનાનું મંગલસૂત્ર જેની કિમત 1,27,800/- સહિત 15 ગ્રામનું સોનાનું બ્રેસલેટ જેની કિમત 63,900/- સાથે ચાંદીના સંકળા જેની કિમત 9450/- અને અન્ય ચાંદીના સાકળા 4200/- તથા ચલણી નોટો રોકડા રૂ.1200 મળીને કુલ રૂ. 2,06,550/- ની મત્તાની ચોરી થઈ હતી જે અંગે મહેન્દ્રભાઈએ ચોરોને પકડી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

રાજપીપળા જીલ્લા જેલ ખાતે ઈમ્પોર્ટન્સ ઓફ સીટીઝન ડોક્યુમેન્ટસ માટેની શિબિર યોજાઈ.

ProudOfGujarat

અમદાવાદ-પાસ નેતા હાર્દિક પટેલના 25 ઑગષ્ટના આમરણાંત ઉપવાસના કાર્યક્રમને લઈ નિકોલમાં બેનર લાગ્યા……

ProudOfGujarat

ભરૂચ : જાહેરનામાનાં પ્રથમ દિવસે બપોરે 4 કલાકે દુકાનો બંધ કરી તંત્રનાં નિર્ણયને આવકારતા વેપારીઓ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!