Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : ફક્ત વેક્સીનેશન લીધેલ ભક્તોને જ મળશે ચોટીલા ચામુંડા મંદિરમાં એન્ટ્રી

Share

હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોના વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા પણ ગ્રામ્ય પથંકમાં રાત્રી વેક્સિનેશન સાથે તમામ લોકોને કોરોના રસીકરણ થઇ જાય એના પર ભારની સાથે ભરપૂર પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા આજથી નવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, વેક્સિન લીધેલી વ્યક્તિને જ મંદિરમાં પ્રવેશ મળશે.સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક ચોટીલા મંદિરના મહંત અમૃતગીરીબાપુ દ્વારા દર્શનાર્થે આવતા તમામ ભાવિકોને વેક્સિન લેવા અપીલ પણ કરવામાં આવી છે. ચોટીલા ચામુંડા માતાજીના મંદિરમાં દર્શને જતા પહેલા તમામ ભાવિકોએ વેક્સિનનું પ્રમાણપત્ર બતાવવાનું રહેશે.
ગુજરાત રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ માસ્ક, સોશિયલ ડિસ્ટન્ટ સહીતના નિયમોનું પણ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે એવી સૂચનાઓ પણ દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓને ચોટીલા ચામુંડા મંદિરના સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવી રહી છે. ચોટીલામાં વેક્સિન લીધેલી અને પ્રમાણપત્ર સાથે હશે તેને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.વિશ્વભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. જ્યારે દેશ અને ગુજરાતમાં કોરોનાના કારણે અનેક પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યાં છે.
ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કોરોના વેક્સિન આપવામાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઇ હતી, જે હજુ ચાલુ છે.ગઇકાલે જ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઇ દેશમાં રસીકરણના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. શુક્રવારે એક જ દિવસમાં 2.50 કરોડથી વધુ લોકોને રસી અપાઈ હતી. જ્યારે હવે દરેક જગ્યાએ વેક્સિનેશનનું પ્રમાણપત્ર જરૂરી બન્યું છે. જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા આજથી નવો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા નિર્ણયમાં કોરોના વેક્સિન લીધેલી વ્યક્તિને જ મંદિરમાં પ્રવેશ મળશે. વેક્સિનેશનનું પ્રમાણપત્ર હાથમાં હશે તેને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

Advertisement

Share

Related posts

ગોધરા: નાદરખા ગામ પાસે આવેલી કુશા કેમિકલમાં લાગેલી આગ કાબુમા.

ProudOfGujarat

નડિયાદ સર્કિટ હાઉસ ખાતે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવવા કાર્યશાળા યોજાઈ.

ProudOfGujarat

રાજપીપળાનાં 30 પ્રવાસીઓ બનારસમાં દર્શન કરવા ગયા ત્યાં ફસાયા હોવાથી તંત્ર પાસે મદદ માંગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!