આવતીકાલે ભરૂચ જિલ્લામાં રસીકરણનો મહાઅભિયાન યોજાશે જેમાં 90 હજારથી વધુ લોકોને પ્રથમ અને બીજો ડોઝ અપાશે જેનો લાભ લેવા જિલ્લા કલેકટર દ્વારા ભરૂચ જિલ્લાની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
અત્યાર સુધી જિલ્લામાં કુલ 14,20,874 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે જેમાં જિલ્લામાં 13285 કર્મીઓ તેમજ 40,620 ફ્રનલાઈન વર્કરોએ કામ કર્યું છે.
Advertisement
રસીકરણમાં કુલ જિલ્લાભરમાં 265 કેન્દ્રો પર રસીકરણ થશે જેનો સમય સવારે 6 વાગ્યાથી મોડી રાત સુધી ડોઝ આપવામાં આવશે જે અન્વયે જિલ્લા સમાહર્તાએ લોકોને વધુમાં વધુ રસીનો લાભ લેવા અપીલ કરી છે.