વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ 3 સ્માર્ટ આંગણવાડીમાં નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ગરીબ વર્ગનાં દર્દીઓએ લાભ લીધો હતો. રતીલાલ રબારી દ્વારા નેત્રરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સુમેરુ હોસ્પિટલના તબીબ ડૉ. અરપીટ શાહ અને તેમની ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરવામાં આવી હતી. ૫૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
જે દર્દીઓને ઓપરેશનની જરૂર હોય એવાં દર્દીઓને સુમેરુ હોસ્પિટલમાં આધુનીક પ્રધ્ધતિ દ્વારા શસ્ત્રક્રિયા કરી આપવામાં આવશે એમ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. સેવાભાવી રતીલાલ ભાઈ રબારી ઉમ્મીદ સેરેબલ પાલસી સેન્ટર પણ ચલાવે છે. જે ડૉ. હેમાબેન પરીખના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવે છે. જે બાળકો બોલીના શકતા હોય કે કોઈ કાર્ય ન કરી શકતા હોય એવાં બાળકોને સ્પિચ થેરેપી ફીજીયો થેરેપી દરેક જાતની અલગ અલગ થેરેપી દ્વારા નિદાન કરવામાં આવે છે. જેમાં દર મહીને ગાડી આવી બાળકોને લઈ જઈ સેવા પ્રદાન કરે છે. જેમાં ૫૦ જેટલાં બાળકો વલણ ગામનાં લાભ લઈ રહ્યા છે અને કરજણ તાલુકાનાં ૩૦૦ બાળકો જેટલાં લાભ લઈ રહ્યા છે.
યાકુબ પટેલ, કરજણ
વડોદરા : કરજણ તાલુકાનાં વલણ ગામમાં વલણ 3 સ્માર્ટ આંગણવાડીમાં નિ:શુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ.
Advertisement