ભરૂચ સ્વામીનારાયણ મંદિર પર નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા એન્ટ્રી વિસ્તાર તોડવાની કામગીરી હાથ ધરવામાં આવતા ભકતોમાં રોષની લાગણી ફેલાઈ હતી. ભરૂચ સ્થિત સ્વામીનારાયણ મંદિર વર્ષોથી બનાવેલ છે અને કોઈપણ પ્રકારની નોટિસ ફાળવ્યા વિના કામગીરી હાથ ધરતા ભક્તો રોષે ભરાયા હતા.
એક સ્વામીનારાયણ ભક્ત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે , NHAI દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલ હાઇવે પર દબાણ હટાવાનું કામ શરૂ કર્યું છે. તેઓના લીસ્ટ પ્રમાણે કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી. નવા અધિકારી પ્રમાણે વડોદરાથી મુંબઈ સુધીની જવાબદારી હાથ ધરવામાં આવી છે તે પ્રમાણે તેઓ કામગીરી હાથ ધરી રહ્યા નથી રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, હાઇવે પર મસમોટા ખાડા પડી રહ્યા છે તેમાં લોકોના મોત નિપજ્યાં છે જેઓ પર 302 ની કલમ લાગવી જોઈએ. અકસ્માતમાં વ્યક્તિઓ ખાડાના લીધે મૃત્યુ પામે છે તો ખાડા પુરવાની જવાબદારી હાથ ધરવામાં આવતી નથી અને જ્યારે જમીન સંપાદન થયું હતું તે સમયે એન્ટ્રી આપવાની જવાબદારી NHAI ની હતી, NHAI દ્વારા નવ નવ લાખ રૂપિયા એન્ટ્રી લેવા માટે લેવામાં આવ્યા હતા.
વધુમાં જણાવાયું હતું કે જે તે એન્ટ્રી માટે સર્વિસ રોડ બનવા જોઈએ અને ગામડાઓમાં કોઈ પણ પ્રકારના સર્વિસ રોડ આપ્યા નથી. રોડ ક્રોસિંગ પર નાળા નથી બનાવામાં આવ્યા. રસ્તાના અયોગ્ય બાંધકામને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાને કારણે પાકોને નુકશાન પહોંચે છે. યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવી રહી નથી અને કોઈ પણ પ્રકારની નોટિસ વિના જે.સી.બી. દ્વારા સ્વામીનારાયણ મંદિરની એન્ટ્રી તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેથી અન આવડત ધરાવતા લોકો દ્વારા કોઈપણ સમયે કોઈપણ નિર્ણય લઈને કામગીરી હાથ ધરાઇ હોવાના આક્ષેપો સ્વામીનારાયણના ભક્તો દ્વારા કરવામાં આવ્યા હતા.