Proud of Gujarat
FeaturedGujaratINDIA

BAPS ના જ્ઞાનવત્સલ સ્વામીએ ૧૦૮ ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર નરોડા કઠવાડા ખાતે મુલાકાત લીધી.

Share

તા: ૧૫-૦૯-૨૦૨૧ નાં રોજ અક્ષરધામ BAPS સંસ્થાના પ્રેરક વક્તા, સમાજ સુધારક એવા સંત શ્રી જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા ૧૦૮ ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર, નરોડા, કઠવાડા ખાતે નોલેજ ફોરમ કાર્યક્રમમાં તેઓની પ્રેરક ઉપસ્થિતિ રહ્યાં હતા. તેઓ દ્વારા ૧૦૮ ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટરના વિવિધ વિભાગો જેવા કે ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર, ટ્રેનીગ સેન્ટર, વગેરેની પ્રત્યક્ષ મુલાકાત લઇ GVK EMRI દ્વારા રાજ્ય સરકાર સાથે મળીને લોક ઉપયોગી ઈમરજન્સી સેવાઓનું અમલીકરણ કરવામાં આવતી કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી અને વિસ્તૃત માહિતી મેળવી હતી. ચીફ ઓપરેટીંગ ઓફિસર જશવંત પ્રજાપતિ, GVK EMRI દ્વારા જ્ઞાનવત્સલ સ્વામીજીની કેમ્પસ ખાતે પધરામણીને ભાવપૂર્વક આવકારીને સંસ્થાના સિનીયર અધિકારીઓ સાથે રહીને જ્ઞાનવત્સલ સ્વામીને સંસ્થાના વિવિધ વિભાગોની રૂબરૂ મુલાકાતમાં સાથે રહીને રાજ્યવ્યાપી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ માટે અમલીકરણમાં રહેલ અધ્યન ટેકનોલોજી, પ્રોસેસ, અને પ્રોટોકોલ મુજબની કામગીરી અને સંકલનની વિસ્તૃત માહિતી અને સમજણ પૂરી પાડેલ હતી.

સંસ્થાના ટ્રેનીગ અને રીસર્ચ સેન્ટર ખાતે એમ્બ્યુલન્સનાં પાયલટ, ડોક્ટર્સ, EMT, અને અન્ય ટેકનીકલ સ્ટાફને આપવામાં આવતી પ્રેક્ટીકલ અને થીયરીટિકલ ટ્રેનીગની વ્યવસ્થાઓ અંગે જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવામાં આવેલ તથા પ્રેક્ટીકલ ટ્રેનીગના ભાગરૂપે મેનીકીન્સ દ્વારા આપવામાં આવતી ટ્રેનીગનું તેમજ પાયલટ ટ્રેનીગ માટેના સિમ્યુલેટર લેબનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યું હતું . ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા કોરોનાકાળમાં કરેલ કામગીરીને જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા બિરદાવવામાં આવેલ અને સંતોષ થયાની લાગણી વ્યક્ત કરેલ હતી. ૧૦૮ દ્વારા થતી કામગીરી પાછળની પ્રક્રિયા, માનવબળ, ટેકનોલોજી, તથા સરકારશ્રીના ભવિષ્યલક્ષી આયોજન સાથે કરવામાં આવેલ આગવી વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા તેઓ દ્વારા સંતોષ વ્યક્ત કરેલ હતો.

કાર્યક્રમમાં GVK EMRI સંસ્થાના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, તથા પ્રોજેક્ટ મેનેજરઓ જ્ઞાનવત્સલ સ્વામીના પ્રેરક સંબોધનમાં હાજર રહેલ હતા. નોલેજ ફોરમ હેઠળ શ્રી જ્ઞાનવત્સલ સ્વામીના પ્રેરક સંબોધનનો લાભ સંસ્થાના તમામ કર્મચારીઓને મળે તે હેતુથી ફેસબુક લાઈવના માધ્યમથી સંસ્થાનાં વિવિધ જીલ્લાઓમાં કાર્યરત કર્મચારીઓને જોડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

નોલેજ ફોરમ કાર્યક્રમ હેઠળ સંત જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા GVK EMRI સંસ્થા તમામ અધિકારી, કર્મચારીઓને સંબોધી સંસ્થાકીય કામગીરી, વ્યક્તિગત જીવન વિશે તેમજ કોવિડ-૧૯ દરમ્યાનની કામગીરીથી સંતોષ સાથે પ્રશંસા કરી હતી. શ્રી જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા તેઓના વક્તવ્યમાં તમામ કર્મચારીગણને સંસ્થાકીય કામગીરીમાં ટીમવર્ક, કમીટમેન્ટ, મેનેજમેન્ટ સાથે એક સેવક તરીકે સંસ્થા પ્રત્યે વફાદાર રહીને જીવન બચાવવાના અમુલ્ય કાર્યમાં નિસ્વાર્થ ભાવે ૧૦૦% થી પણ વધારે પ્રતિબધ્ધતાથી ફરજ નિભાવવા પ્રેરિત કરેલ હતા. તેઓની આગવી શૈલીમાં સફળ થયેલ વ્યક્તિત્વ અને સંસ્થાઓના વૈશ્વિક ઉદાહરણો આપી વિસ્તૃત સમજણ આપી હતી, અને કામ પ્રત્યે ઉત્સાહ અને સકારાત્મક વલણ રાખી ઉર્જા સાથે કામગીરી કરવા માટે પ્રેરિત કરેલ હતા.

Advertisement

GVK EMRI સંસ્થાના ચીફ ઓપરેટીંગ ઓફિસર શ્રી જસવંત પ્રજાપતિ દ્વારા પધારેલ સંત શ્રી જ્ઞાનવત્સલ સ્વામીને સંસ્થાના અધિકારીઓ સાથે રૂબરૂ પરિચય કરાવેલ. આ પ્રસંગે ૧૦૮ ઈમરજન્સી સેવાની કામગીરીને બિરદાવવા તથા નોલેજ ફોરમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સંસ્થાના અધિકારીઓ, કર્મચારીઓ અને એમ્બ્યુલન્સના સ્ટાફને તેઓની આગવી શૈલીમાં ઉત્સાહ વર્ધક અને પ્રેરક વક્તવ્ય આપી કૃતજ્ઞ કરવા બદલ જ્ઞાનવત્સલ સ્વામીનું સમગ્ર કર્મચારીગણ તેમજ GVK EMRI વતી હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ તેઓ દ્વારા માર્ગદર્શન, સલાહ સુચન અને આશીર્વાદ મળતા રહે તેવી અભિલાષા વ્યક્ત કરેલ હતી.


Share

Related posts

કોરોનાનાં માહોલ વચ્ચે દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે પંચાયતનાં કૂવામાંથી દારૂની બોટલ, ઇન્જેક્શન મળી આવતા ખળભળાટ.

ProudOfGujarat

ભરૂચ : દહેગામ ગામની શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ૧૫૦૦ વૃક્ષોની રોપણી કરાઇ.

ProudOfGujarat

મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે વાવ દુર્ઘટનામાં 35 નાં મોત, મુખ્યમંત્રીના તપાસના આદેશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!