ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ ઇખર ગામ ખાતે રહેતી એક ૧૪ વર્ષીય સગીરાની તેના જ ગામમાં રહેતા બે યુવાનો દ્વારા છેડતી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સગીરાના પરિવારજનોએ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી મામલે વધુ તપાસ હાથધરી છે.
ઇખર ગામ ખાતે રહેતા સઈદ જહાંગીર ખા પઠાણ અને સલમાન કાસમ ખા પઠાણ નાઓએ તેના જ ગામના પાદર પાસે એક ૧૪ વર્ષીય સગીરાનો હાથ પકડી લઈ જાતીય સતામણી કરી તેની સાથે જબરદસ્તી કરતા આખરે સમગ્ર મામલે સગીરાના પરિવારજનો સુધી પહોંચતા તેઓ દ્વારા સઈદ પઠાણ અને જહાંગીર પઠાણ બંને રહે ઇખર નાઓ સામે આમોદ પોલીસ મથકે ફરિયાદ કરતા અમોદ પોલીસે સમગ્ર મામલે પોસ્કો એકટ હેઠળ ગુનો દાખલ કરી ઘટના બાદ ફરાર થયેલ બંને આરોપીઓની શોધખોળ હાથધરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
Advertisement