ઉમરપાડા તાલુકા મથક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો યોજાયેલી બેઠકમાં આવનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તાલુકાની તમામ ૩૩ ગ્રામ પંચાયતોમાં સરપંચના ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સ્થાનિક સરપંચની ચૂંટણી જાહેર થતાં ગ્રામ્ય વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે તમામ ગામોમાં ચોરેને ચૌટે સરપંચની ચૂંટણીની ચર્ચા ચાલી રહી છે ત્યારે ઉમરપાડા તાલુકામાં નવી ઊભી થયેલી આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોને ગામેગામ મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે.
આ સંદર્ભમાં ઉમરપાડા ખાતે આમ આદમી પાર્ટીના પ્રમુખ ગૌરાંગભાઈ વસાવાની આગેવાની હેઠળ પાર્ટી કાર્યકરોની બેઠક યોજાઇ જેમાં ઉપ પ્રમુખ રણજીત વસાવા, મહામંત્રી રાકેશ ભાઈ વસાવા, સંગઠન મંત્રી રાકેશ ભાઈ ડી વસાવા કાર્યકર અનિલભાઈ વસાવા, અશ્વિનભાઈ વસાવા, સંતોષભાઈ વસાવા વગેરે કાર્યકર્તા સરપંચની ચૂંટણી લક્ષી ચર્ચાઓ કરી હતી અને દરેક ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સરપંચ બને એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે પાર્ટીનું સંગઠન મજબૂત બને એ માટે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ