છેલ્લા કેટલા ઘણા સમયથી આમલાખાડીમાં પ્રદૂષિત પાણી છોડવાનો સિલસિલો ચાલી રહ્યો છે અને અંકલેશ્વરના ધણા ઉદ્યોગો દ્વારા વારંવાર આમલાખાડીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ જાણે ગોર નિંદ્રામાં સુતા હોઈ તેમ લાગી રહ્યું છે.
અંકલેશ્વરના ઉદ્યોગો દ્વારા આમલખાડીમાં બે રોકટોક પ્રદુષિત પાણી છોડી દેવામાં આવે છે અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ અંગે કોઈપણ પગલાં ભરવા તૈયાર નથી આવું તેવું લાગી રહયું છે તો હવે જોવું રહ્યું કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હવે શું પગલાં લે છે કે પછી ઓફિસોમાંથી બહાર આવી આવા પ્રદૂષિત પાણીને જાહેરમાં છોડી દેનાર તત્વો સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કાર્યવાહી કરશે કે કેમ એ પ્રજામાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ જાણે ગોર નિંદ્રામાં સુતા હોઈ તેમ લાગી રહ્યું છે અને જાગૃત નાગરિકો દ્વારા પણ ઉચ્ચ સ્તરે ફરિયાદો કરવામાં આવી છે છતાં પણ ઉદ્યોગો દ્વારા વારંવાર પ્રદુષિત પાણી છોડવામાં આવી રહ્યું છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર
હાર્દિક પટેલ સોશિયલ મીડિયામાં લોકોના નિશાના પર, ફેસબુક અકાઉન્ટ પર કમેન્ટ સેક્શન બંધ કર્યું.