અંકલેશ્વર શહેરના પાંજરાપોળ પાસે અંદાજીત 42 વર્ષીય એક યુવાન કોઈક કારણસર હત્યા કરવામાં આવી હતી અને એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરતાં યુવાનને સારવાર અર્થે ખસેડાયો ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જે અંગે શહેર પોલીસ દ્વારા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. જે બાદ ગણતરીના દિવસોમાં હત્યા કરનાર ચાર ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર મરણ જનાર અજાણ્યા માણસને તથા ઇજા પામનાર કોતવાલ ચૌહાણ નાઓને કોઇ અજાણ્યા ચાર વ્યક્તિઓએ કોઇ અગમ્ય કારણસર મારમારી અજાણ્યા માણસનુ મોત નીપજાવી તથા ઇજા પામનાર કોતવાલ ચૌહાણ નાઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી ગુનો કર્યો હોવાથી અંકલેશ્વર શહેર પોલીસે તમામ આરોપીઓને પકડી પડી અને ક્યાં કારણોસર હત્યા કરી તે અંગે પૂછપરછ કરતાં તેઓએ ગુનાની કબુલાત કરેલ અને “સદર કામે મરણ જનાર તથા ઇજા પામનાર અજાણ્યો માણસ ગાય સાથે મોડી રાત્રીના સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હતાં, જેથી જેઓને કહેવા જતા તેઓએ અમારી સાથે ગાળા-ગાળી કરી અમને માર મારવા જતા અમો ચારેયે ગુસ્સામા આવી જઇ તેઓની હાથમાંની લાકડીઓ ખુંચવી તે જ લાકડીઓ વડે તેઓને માર મારેલ હોવાની હકીકત જણાવેલ. આ ચારેય આરોપીઓની શહેર પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ :-
(૧) સુનિલભાઇ સન્મુખભાઇ વસાવા, રહે. પંચાતી બજાર પાંજરા પોળ, સંતોષીમાતાના મંદિરની પાછળ, અંકલેશ્વર શહેર, જી. ભરૂચ
(૨) હિરેનભાઇ દિપકભાઇ વસાવા, રહે. પંચાતી બજાર પાંજરા પોળ, સંતોષીમાતાના મંદિરની પાછળ, અંકલેશ્વર શહેર, જી. ભરૂચ
(૩) અમિષભાઇ સુરેશભાઇ વસાવા, રહે. પંચાતી બજાર પાંજરા પોળ, સંતોષીમાતાના મંદિરની પાછળ, અંકલેશ્વર શહેર, જી. ભરૂચ
(૪) સોહનભાઇ સતિષભાઇ વસાવા, રહે. પંચાતી બજાર પાંજરા પોળ, સંતોષીમાતાના મંદિરની પાછળ, અંકલેશ્વર શહેર, જી. ભરૂચ ની ધરપકડ કરી આગળની તપસ શરૂ કરી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર