Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામે તોફાની કપિરાજ પાંજરે પુરાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામે ગામમાં તોફાન કરતો વાનર વનવિભાગ દ્વારા ગોઠવેલા પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો. ઉમધરા ગામે પાછલા કેટલાક સમયથી વાનરોની વસ્તી જણાય છે.

ઉમધરાના સામાજિક કાર્યકર હરેન્દ્રસિંહ રાજના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી એક તોફાની વાનર ગામમાં તોફાન મચાવતો હતો. આ વાનર અરીસો જોતા ભડકતો હતો. વધુમાં જાણવા મળ્યા મુજબ તોફાની કપિરાજે ગામમાં કેટલાક ઘરોમાં ઘુસીને ટીવી પણ તોડી નાંખ્યા હતા. ઉપરાંત કેટલાક ગ્રામજનો તોફાની વાનરના હુમલાનો ભોગ પણ બન્યા હતા. તોફાની કપિરાજે ગામમ‍ાં તોફાન મચાવતા સરપંચ કંચનભાઇ વસાવા અને ગ્રામજનોએ ઉમલ્લા વનવિભાગને તોફાની વાનર વિષે રજુઆત કરી હતી. વનવિભાગ દ્વારા ગતરોજ ગામમાં વાનરની જ્યાં વધુ પ્રમાણમાં આવનજાવન હતી તે સ્થળે પાંજરુ ગોઠવવામાં આવ્યુ હતુ. દરમિયાન આજરોજ વનવિભાગ દ્વારા ગોઠવાયેલ પાંજરામાં એક કપિરાજ આબાદ ઝડપાઈ ગયો હતો. પાંજરે પુરાયેલા કપિરાજને નિહાળવા ગ્રામજનો ઉમટ્યા હતા. થોડા સમય પહેલા નજીકના સારસા ગામે પણ એક વૃધ્ધ મહિલા તોફાની વાનરના હુમલાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. જાણવા મળ્યા મુજબ ઉમધરા ગામે પાંજરે પુરાયેલ આ વાનરને વનવિભાગ દ્વારા ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે છોડી દેવામાં આવશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે બક્ષીપંચ રથનું સ્વાગત કરાયું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના સીંધોત ગામ નજીક ની સિમમાં  મધમાખીના ઝુંડે ત્રણ જેટલા લોકો પણ હુમલો કરતા સારવાર અર્થે ખસેડાયા હતા …..

ProudOfGujarat

वलसाड मैं तेज बारिश के दौरान तंत्र की खुली पोल..open link must see this video

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!