ભરૂચ જિલ્લાના વાહન ચાલકોના માથેથી જાણે કે ટ્રાફિકનું ટોર્ચર હટવાનું નામ ન લેતું હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે, પ્રથમ નેશનલ હાઇવે ૪૮ પર સરદાર પુલ ખાતે સર્જાતા ટ્રાફિક એ ભરૂચને દેશભરમાં ખ્યાતિ અપાવી તો તેમાંથી મુક્તિ માટે કેબલ બ્રિજ જેવા નવા બ્રિજોનું નિર્માણ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું, તો બીજી તરફ વર્ષો જૂનું ભરૂચ, અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર નિર્માણ પામેલ ગોલ્ડન બ્રિજ પર પણ ટ્રાફિકની સમસ્યાને લઈ નર્મદામૈયા બ્રિજનું નિર્માણ કરી તંત્રએ તેને ખુલ્લું મૂક્યું હતું.
ટ્રાફિકને હળવો કરવા આટલી સુવિધાઓ પણ ઓછી સાબિત થતી હોય તેવા દ્રશ્યો આજે ભરૂચના કોલેજ માર્ગ પર જોવા મળ્યા હતા. જ્યાં નર્મદામૈયા બ્રિજ નીચે બૌડા સર્કલ ખાતેથી શીતલ સર્કલ તરફ જવાના માર્ગ પર અનેક વાહન ચાલકો કલાકો સુધી અટવાયેલા નજરે પડ્યા હતા, જેના કારણે વાહનોની લાંબી-લાંબી કતારો જોવા મળી હતી.
ભરૂચનાં વાહન ચાલકોમાં ટ્રાફિકનું ટોર્ચર યથાવત : નર્મદામૈયા બ્રિજ નીચે કલાકો સુધી અનેક વાહનો અટવાયા..!!
Advertisement