Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા અને કાલોલ તાલુકાના વેપારીઓએ દિવાળીના દરમિયાન ફટાકડાના હંગામી પરવાના મેળવવા બાબત.

Share

સબડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી ગોધરા પ્રાંતની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર નવેમ્બર-2021 માં આવી રહેલ દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના હંગામી સંગ્રહ/વેચાણ માટે હંગામી પરવાનો મેળવવા માંગતા ગોધરા અને કાલોલ તાલુકાના અરજદારોએ તા. 20.09.2021 સુધીમાં નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. નિયત નમૂનાના અરજી ફોર્મ (એ.ઈ.-5)માં જરૂરી વિગતો ભરી ફોર્મ ૦૩(ત્રણ) નકલમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ગોધરા પ્રાંત કચેરી ખાતે કરવાની રહેશે.

નિયત અરજીફોર્મમાં આ મુજબના આધાર-પુરાવા જોડવા. (૧) નિયત ફીનું અસલ ચલણ (૨) દારૂખાનું રાખવાના સ્થળનો નકશો, જેમાં સદર સ્થળની ૧૫ મીટરની ત્રિજ્યામાં આવેલ અન્ય દુકાનોના ધંધાનો પ્રકાર, શાળા, કોલેજો, હોસ્પિટલો, સળગી ઉઠે તેવા પદાર્થોનું ગોડાઉન, પેટ્રોલપંપ કે રક્ષિત ઈમારતો આવેલી હોય તો તેની તમામ વિગતો આવરી લેવાની રહેશે. (૩) પોતાના ઓળખ અંગેના સ્વપ્રમાણિત કરેલ તાજેતરના પાસપોર્ટ સાઈઝના ૦૨(બે) ફોટા તથા આઈડી પ્રૂફ (૪) માંગણીવાળી જગ્યાની માલિકી અંગેના પુરાવા અને સ્થળ ભાડાનું હોય તો ભાડા-પાવતી તેમજ માલિક દ્વારા સદર જગ્યાએ હંગામી ફટાકડા વેચાણ-સંગ્રહ કરવા અંગેની સંમતિ દર્શાવતું એફિડેવિટ (૫) નગરપાલિકા/ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલના વાંધા પ્રમાણપત્ર (એનઓસી) (૬) ફાયર સેફ્ટિની વ્યવસ્થા અંગેનું પ્રમાણપત્ર (૭) સ્થાનિક સંસ્થા પાસે કોઈપણ પ્રકારની સરકારી વસૂલાત બાકીમાં ન હોવા બાબતનું પ્રમાણપત્ર (૮) ગત વર્ષે હંગામી ફટાકડા વેચાણ-સંગ્રહ અંગેનો પરવાનો મેળવેલ હોય તો તેની સ્વપ્રમાણિત કરેલી નકલ. તા. 20.09.2021 બાદ મળેલ અરજીઓ તથા અધૂરી વિગતોવાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિં, જેની નોંધ લેવા જણાવાયું છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ઝઘડિયા પોલીસે દેશી દારૂ વેચતાં ૧૩ ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ProudOfGujarat

સુરત : એસ.એમ.સી આવાસમાં જુગાર રમતા નવ જેટલા જુગારીઓને ઉમરા પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં લોક ડાઉનમાં કેટલીક દુકાનો શરૂ કરવાની છૂટછાટમાં છબરડો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!