આજરોજ ભરૂચ જિલ્લા ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આજરોજ અંધજન મંડળ ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે માટે ભરૂચ જિલ્લાના સિલેકટેડ 100 જેટલા અંધજનો ભાઈ-બહેનોને બોલાવી અને રેલ્વે સ્ટેશન ખાતે આવેલ આંબેડકર સ્ટેચ્યુથી સેવાશ્રમ રોડ થઈ અંધજન મંડળની ભરૂચ જિલ્લાનાં કાર્યાલય સુધી રેલી યોજવામાં આવી હતી.
તે રેલી સ્વરૂપે ગયા બાદ અંધજન ભાઈ બહેનોને 100 જેટલી લાવેલ કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમ પાછળનો વિશેષ હેતુ એ હતો કે અંધજનો પ્રત્યે જાગૃતતા લાવવાનો છે, સમાજમાં અંધજન ભાઈ-બહેનો પ્રત્યે એક હુંફની લાગણી ઊભી થાય તેમના પ્રત્યે એક માનની લાગણી ઊભી થાય તેમના પ્રત્યે એક કરુણાનો ભાવ ઊભો થાય તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પ્રજાજન સ્વયંભૂ રીતે કાર્યક્રમમાં જોડાઈ અને આર્થિક ફાળો આપે અને આર્થિક સહયોગ કરે તે હેતુસર નગરપાલિકાના પ્રથમ નાગરિક અમિતભાઈ ચાવડા અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાને ધ્વજ વિતરણ કરવામાં આવ્યો હતો. અંધજન મંડળના પ્રમુખ વાસંતીબેન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
ભરૂચ જિલ્લા ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ માટે કાર્યક્રમ યોજાયો.
Advertisement