Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા : વિશ્વ આદિવાસી અધિકાર દિવસે BTTS દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદન અપાયું

Share

13 સપ્તેમ્બેર એટલે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ અને આજે આ દિવસે BTTS (ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના) ગુજરાત પ્રમુખ ચેતર વસાવા અને BTSS કાર્યકર્તા દ્વારા એક પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપવામું આવ્યું જેમાં જાણવામાં આવ્યું કે ૧૯૯૨ માં બ્રાઝીલના રિયો-ડી જાનેરો મા આયોજિત પૃથ્વી પરિષદમાં વ્યાપક ચર્ચાના અંતમાં સમગ્ર આદિવાસી સંસ્કૃતિ ને માનવ અને પર્યાવરણનાં સંરક્ષણ નાં રૂપમાં સ્વીકારી, આદિવાસીઓના સાંસ્કૃતિક મૂલ્યોનું પ્રચાર-પ્રસાર હેતુ માટે સંયુક્ત રાષ્ટ્રસંધ દ્રારા વિશ્વ આદિવાસી દિવસ ની ધોષણા કરવામાં આવી, વિશ્વના આદિવાસીઓના અસ્તિત્વ, એકતા અને ઓળખ કાયમ ટકી રહે એ માટે (UNO) Permanent Forum on IndigenousIssues ની સ્થાપના કરવામાં આવી, સાથે વિશ્વના આદિવાસીઓના સામુદાયિક અધિકારો નાં સંરક્ષણ અને અમલવારી હેતુ ૧૩મી સપ્ટેમ્બર ૨૦૦૭ નાં દિવસે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ ની ધોષણા કરવામાં આવી. જેને United Nations Declaration on the Rights of Indigenous Peoples નામ થી ઓળખવામાં આવી. જેના હેઠળ સમગ્ર વિશ્વના આદિવાસીઓને વિભિન્ન અધિકાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી તેનો ચુસ્તપણે અમલવારી કરવામાં આવેલ નથી.

૧. દેશની આઝાદીને 7૩ વર્ષ થઈ ગયા હોવા છતા આદિવાસી સમાજમાં આજે પણ અનેક સમસ્યાઓ જેવી કે, રોજગારી, આરોગ્ય, શિક્ષણ, સિચાઈ,ભૂખમરો, બેરોજગારી, કુપોષણ, જેના કારણે આજે પણ આદિવાસી સમાજ બીજા સમાજ સમક્ષ આવી શક્યો નથી. આજે પણ આદિવાસી સમાજ પ્રાથમિક સુવિધાઓ થી વંચિત છે. જે એક ગંભીર બાબત છે.

Advertisement

2.આંતરિક અને સ્થાનિક મુદ્દાઓ પર સ્વશાસન નો અધિકાર, ભારતના બંધારણ માં અનુસૂચી ૫ અને ૬ પેસા એક્ટ દ્રારા આદિવાસીઓ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, તેમ છતા આજદિન
સુધી સત્તામાં રહેલી સરકારો દ્વારા તેની સંપુર્ણ પણે અમલવારી કરવામાં આવેલ નથી .

3.પોતાની માતૃભૂમિથી બળજબરી પૂર્વક વિરથાપિત ન થવાનો અધિકાર, આદિવાસી સમાજ એ આદિ અનાદીકાળ થી અહી વસનારો સમાજ છે. ધર્મ પૂર્વ સંસ્કૃતિ ધરાવતો સમાજ છે છતા પણ જયારે પણવિકાસની વાતો કરવામાં આવે ત્યારે આદિવાસીઓને યેન કેન પ્રકારે વિસ્થાપિત કરવામાં
આવે છે ડેમો નાં નામે આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે આજે સ્ટેયુ ઓફ યુનિટી , ઇકો સેન્સીટીવ ઝોનકોરીડોર ,વેદાન્તા પ્રોજેક્ટ ,નાં નામે આદિવાસીઓને વિસ્થાપિત કરવાનું ચાલી
રહ્યું છે.

૪.પોતાની માતૃભૂમિથી પરના સંસાધનો જળ, જંગલ,
જમીનખનિજ ,નો અધિકાર, ભારતના બંધારણમાં આદિવાસીઓને વિશેષ જોગવાઈ રૂપે જળખનિજ પર અધિકાર આપવમાં જમીન ,જંગલ ,
આવેલ છે પણ આદિવાસી પાસેથી આ તમામ સંસાધનો છીનવી લેવામાં આવી રહ્યા છે જેને કારણે પર્યાવરણ ને ભારે નુકશાન થાય છે

૫. પોતાની ભાષામાં શિક્ષણ અને પોતાની ભાષામાં સંચાર માધ્યમો ચલાવવાનો અધિકાર, હાલમાં
આદિવાસી વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓ મર્જ કરવામાં આવી રહી છે તેમજ રબારી ,ભરવાડે , ને ખોટા આદિવાસી ચારણ પ્રમાણપત્ર આપવા તથા આદિવાસી સમાજમાં સૌથી વધુ શિક્ષિત બેરોજગારો નું પ્રમાણ જોવા મળે છે જે હાલની પરિસ્થિતિમા આદિવાસી સમાજ માટે વિકટ પ્રશ્નો
આમ દેશની આઝાદીને ૭૩ વર્ષ થયા છતા ,અબજો રૂપિયાની ગ્રાન્ટો વાપરવા છતા આદિવાસી સમાજમાં રોજગારી , આરોગ્ય ,શિક્ષણ, સિચાઈ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. જે એક ગંભીર બાબત છે. જેથી બંધારણની જોગવાઈઓનો ચુસ્તપણે અમલવારી કરાવી આદિવાસી ઓનુ સામજિક
અને સાંસ્કૃતિક વારસાઓ જળવાઈ રહે અને આદિવાસીઓના અધિકારો આપવામાં આવે એવી માંગ BTTS દ્વારા કરવામાં આવી છે !

તાહિર મેમણ, ડેડીયાપાડા


Share

Related posts

ચોટીલા મંદિરનો રોપ- વે પ્રોજેક્ટ રોકવાની અરજી હાઈકોર્ટે ફગાવી

ProudOfGujarat

લક્સઝરી બસમાં મુંબઈ થી ભરૂચ લવતો વિદેશી દારૂ ઝડપાયો.જાણો કેવી રીતે અને ક્યાં ?

ProudOfGujarat

અંકલેશ્વરમાં 14 મહિનાની બાળકીને ઉપાડી જઈ નરાધમે દુષ્કર્મ આચર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!