Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલમાં 13 મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણીમાં પેસા એક્ટ અને સમતા જજમેન્ટના અમલની માંગ ઉઠી.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે 13 મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી દરમિયાન પેસા એકટ અને સમતા જજમેન્ટના અમલની માંગ સાથે દેશના મૂળ માલિક આદિવાસી સમાજને થતા અન્યાયના વિરોધમાં સમાજને એક સંપ થઇ લડત ઉપાડવા આગેવાનોએ આહવાન કર્યું હતું.

માંગરોળ ઉમરપાડા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વાંકલ સરકારી વિનિયન કોલેજ સામે યુનો ઘોષિત 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ ઉજવણી માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જેમાં આદિવાસી સમાજના બંધારણીય હક્કોનું રક્ષણ અનુસૂચિ 5 અને પેસા એક્ટનો અમલ સમતા જજમેન્ટ અમલ સાથે આદિવાસીઓના હક અને અધિકારોની જતન કરવાના મુદ્દે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન સમાજના અગ્રણી આગેવાનો દ્વારા આપવામાં આવ્યું હતું. મહુવાના માજી ધારાસભ્ય ઇશ્વરભાઇ વહીયાએ સંબોધન કરતા જણાવ્યું કે આદિવાસી સમાજએ તેના હક્ક અને અધિકાર પ્રાપ્ત કરવા માટે બૌદ્ધિક વિકાસ કરવો પડશે. આજના સમયે લોભ-લાલચમાં સમાજના મતદારો સમાજના સાચા પ્રતિનિધિઓને સ્વીકારતા નથી જેને પરિણામે સમાજના હક્ક અને અધિકારો છીનવાઈ રહ્યા છે. ઇનેશભાઈ વસાવા એડવોકેટ રમેશભાઈ રૂપસિંગ ગામીત વગેરે પણ સમાજને થઇ રહેલા અન્યાય બાબતે જાગૃતિ કેળવવા અનુરોધ કર્યો હતો.

વાંકલના આગેવાન ઠાકોરલાલ ચૌધરીએ ચૌધરી સમાજને ઓ બી સી માં સમાવવા સરકાર દ્વારા થઈ રહેલી કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત કરી ચૌધરી સમાજને અન્યાય થાય તેવી દહેશત વ્યક્તિ કરી હતી અને સરકાર આ મુદ્દે સ્પષ્ટતા કરે તેવી માંગ કરી હતી માંડવીના કમલેશ ચૌધરીએ ભરવાડ રબારી અને ચારણ જ્ઞાતિને આદિજાતિ તરીકેના ખોટા સર્ટિફિકેટ આપવાનો આરોપ સરકાર પર લગાવ્યો હતો. અનેક વક્તાઓએ આદિવાસી સમાજના હક્ક અને અધિકાર માટે પ્રવચનો આપ્યા હતા આદિવાસી હક અધિકાર દિવસની ઉજવણીમાં જિલ્લાના આદિવાસી અગ્રણીઓ આદિવાસી વેશભૂષા પરંપરા સાથે આ ઉજવણીમાં જોડાયા હતા. કાર્યક્રમનું આયોજન આદિવાસી સમાજના આગેવાનો કનુભાઈ ચૌધરી, ઠાકોરલાલ ચૌધરી, ભુપેન્દ્રભાઈ ચૌધરી, શામજીભાઇ ચૌધરી, રૂપસિંગ ગામીત, ઉમરપાડાના હરીશ વસાવા, નટવરસિંહ વસાવા વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ઝઘડીયા નજીક નર્મદા કિનારે ડુબેલી હાલતમાં ભરુચના તબીબનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

અંક્લેશ્વર મહારાષ્ટ્ર ને જોડતો સ્ટેટ હાઇવે બદથી બદતર હાલતમાં

ProudOfGujarat

અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા પાંચમા લાપસી મહોત્સવની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!