Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર : કાલાવડ તાલુકામાં સાંબેલાધાર વરસાદ : ડેમ ઓવરફ્લો થતા ગામમાં પાણી ઘુસતાં ઘરો ડૂબ્યા.

Share

સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં પણ રાજકોટ અને જામનગરમાં સવારથી જ ભારે વરસાદને પગલે જિલ્લામાં વહીવટી તંત્ર સજ્જ થયું છે. ભારે વરસાદને પગલે જામનગર જીલ્લામાં બે રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં 1 એનડીઆરએફની ટીમ જામનગર માટે રવાના કરવામાં આવી છે. એનડીઆરએફની એક ટીમ કાલાવડ અને જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં જશે. જયારે ફાયરની રેસ્ક્યુ ટીમ અલિયાબાડામાં તૈનાત કરાઈ છે. જામનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના 25 પૈકી 6 ડેમ થયા ઓવરફ્લો થયા છે, રાજકોટના આજી 2 ડેમના ચાર દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે.

ડેમના નીચાણના વિસ્તારોમાં આવેલાં અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હાલમાં જળાશયની ભરપૂર સપાટી 7.76 મીટર છે અને ડેમમાં 4492 ક્યૂસેક પાણીની આવક થઈ છે. અને હજુ પણ અવિરત પણે વરસી રહ્યો છે.

Advertisement

જામનગર નજીકનું અલિયાબાડા ગામ બેટમાં ફેરવાયું છે. અલિયાબાડા ગામ બેટમાં ફેરવાતા ફાયરની ટિમ તૈનાત કરાઈ છે. ફાયરની ટીમે 25 લોકોનું રેસ્ક્યુ કર્યુ છે. હજુ પણ સ્થિતિ સ્ફોટક, વધુ રેસ્ક્યુ કરવાની તાતી જરૂરીયાત છે. એરફોર્સના હેલીકોપ્ટરની મદદ લેવી પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે.મનગરના કાલાવડ તાલુકાનુ બાંગા ગામ પણ બેટમાં ફેરવાયું છે. બાંગા ગામના અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા છે. પાણીમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા બચાવાયા છે. ભારતીય હવાઇ દળનું હેલિકોપ્ટર કામે લાગ્યું છે


Share

Related posts

વડોદરા : કરજણ નગરપાલિકા અને શ્રી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી DAY NULM યોજના અંતર્ગત હેર સ્ટાઇલ કોર્સના પ્રમાણપત્રનું વિતરણ કરાયું.

ProudOfGujarat

નડિયાદ પશ્ચિમમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે  દરોડો પાડી મોટી માત્રામાં  ઈંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડ્યો

ProudOfGujarat

રાજપીપળા પાલિકાનાં 6 સભ્યોનાં ઘરે જઈને કર્મચારીઓએ હલ્લાબોલ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!