શંકરા આઈ હોસ્પિટલ, મોગર તથા રોટરી ક્લબ દહેજના સહયોગથી આજરોજ અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે મફત આંખની તપાસ તથા મોતિયા અને છારીની તપાસ વગેરે જેવાં આંખના રોગો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે દાંતનું ચેકઅપ તથા સારવાર માટે પણ કેમ્પનું આયોજન આરતી ઈન્ડસ્ટ્રીઝ દહેજ અને અસ્મિતાના સહયોગથી કરવામાં આવ્યું હતું. આજુબાજુના ગામમાંથી લોકોને લાભ લેવા માટે પેમ્પ્લેટ છપાવી પ્રચાર- પ્રસાર પણ કરવામાં આવેલ હતો. તેના ભાગરૂપે આજે ઘણી જ મોટી સંખ્યામાં લોકો અહીં આ સેવાયજ્ઞનો લાભ લીધો હતો. ૩૩ જેટલાં લાભાર્થીઓને મોતિયાના ઓપરેશન માટે મોગર ખાતે લઇ જવાયા અને સારવાર બાદ ઘરે મોકલવાની વ્યવસ્થા શંકરા હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી હોય છે.
દાંત માટે પણ ૩૦ જેટલાં દર્દીઓએ લાભ લીધો હતો. સાથે સાથે નશા મુક્ત ભારત અંતર્ગત નશા મુક્તિ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.વાય, મંડોરી સાહેબે નશાની આડ અસરો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં રોટરી ક્લબ દહેજના પ્રમુખ સંદીપભાઈ પારેખ તથા સેક્રેટરી પ્રણવભાઈ ભટ્ટ તથા અસ્મિતા વિકાસ કેન્દ્રના સેક્રેટરી સમીરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ : અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે મફત આંખની તપાસ દાંતનું ચેકઅપ તથા સારવાર માટે કેમ્પનું આયોજન કરાયું.
Advertisement