Proud of Gujarat
FeaturedGujaratINDIA

શપથ ગ્રહણ પહેલા વિજય રૂપાણી અને સી.આર પાટીલને મળવા પહોંચ્યા ભૂપેન્દ્ર પટેલ.

Share

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે શપથ ગ્રહણ કરવાનાં છે. ત્યારે સૌથી પહેલા તેમણે નીતિન પટેલના નિવાસ સ્થાને જઈને તેમની મુલાકાત કરી હતી. ત્યારબાદ વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પણ મુલાકાત કરી હતી. તે ઉપરાંત શપથવિધીમાં ખાસ ઉપસ્થિત રહેનાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે ભુપેન્દ્ર પટેલ તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતાં. હવે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની શપથવિધી પહેલાં ભૂપેન્દ્ર પટેલના સમર્થકો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં રાજભવન ખાતે પહોંચ્યા હતાં. ભાજપના ઝંડા સાથે કાર્યકરો અને સમર્થકોએ નારા લગાવ્યા હતાં. મુખ્યમંત્રીની શપથવિધી આજે બપોરે 2.30 વાગ્યે યોજાશે. રાજભવન પાસે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શપથ ગ્રહણ પહેલા ભુપેન્દ્ર પટેલે નીતિન પટેલ સાથે મુલાકાત કરી છે. જે બાદ નીતિનભાઇ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે ભુપેન્દ્ર પટેલ મારા જૂના મિત્ર છે અને વર્ષોથી અમારો પારિવારિક સંબંધ છે, મેં તમના ધારાસભ્ય કાર્યાલયનું મેં ઉદ્ધાટન કરેલું છે. નીતિન પટેલ આગળ કહ્યું હું ભુપેન્દ્ર પટેલની સાથે જ છું હું બિલકુલ નારાજ નથી.

ગુજરાતના નવા મુખ્યમંત્રી સાથે મુલાકાત નિતિન પટેલે કહ્યું કે તેમણે પોતાના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. તેમણે કહ્યું કે તે લોકોના દિલમાં રહે છે. ભૂપેન્દ્રભાઇ મારા જૂના મિત્ર છે અમારો વર્ષો જૂનો પારિવારિક સંબંધ છે. જનતાના હદયમાં સ્થાન હોવું જરૂરી છે. પાર્ટીએ મને જવાબદારી આપી મોટો બનાવ્યો છે. હું 18 વર્ષનો હતો ત્યારથી ભાજપનો કાર્યકર છું.

આ શપથવિધિ સમારોહમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહેશે. જેમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સામેલ છે. કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ, અસમના સીએમ હિમંત બિસ્વા પણ હાજર રહેશે. આ ઉપરાંત હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર પણ હાજર રહી શકે છે.

Advertisement

55 વર્ષીય ભૂપેન્દ્ર પટેલને રવિવારે અમદાવાદમાં સર્વસંમતિથી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પટેલના નામની દરખાસ્ત કરી હતી. CM રૂપાણીએ શનિવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 182 સભ્યોની વિધાનસભામાં ભાજપના 112 ધારાસભ્યોમાંથી મોટાભાગના બેઠકમાં હાજર હતા. ગુજરાત ના નવા મુખ્યમંત્રીના ઘરે ભૂપેન્દ્ર પટેલના ખુશી માહોલ છે. પાડોશીઓએ મોં મીઠું કરાવીને શુભેચ્છા પાઠવી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી તરીકે નિતિન પટેલની પસંદગી ન થતાં તેઓ નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે. મીડિયાના આગમન બાદ નિતિન પટેલના ઘરના દરવાજા બંધ કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, CM ભૂપેન્દ્ર પટેલ પોતાના નિવાસ સ્થાનેથી નિતિન પટેલના ઘરે રવાના થશે. પદનામીત મુખ્યમંત્રીના આગમન પહેલા CM સિક્યોરિટી નીતિન પટેલના ઘરે પહોચી ગઇ છે. ત્યારબાદ મેમનગર- ગુરુકુળ SGVP મંદિર, સાંઈ મંદિર, થલતેજ પણ જશે. ત્યાં બપોરે 12 વાગે એરપોર્ટ પર પહોંચશે.

આ વખતે કડવા પટેલને મોકો આપવામાં આવ્યો છે. વિજય રૂપાણી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી પદે રહેલા આનંદીબેન પટેલ લેઉવા પટેલ હતા. ઉલ્લેખનીય છે કે ચીમનભાઈ પટેલ, બાબુભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી પદ પર બે-બે ટર્મ સુધી રહ્યા હતા.


Share

Related posts

આમોદના પૌરાણિક ગણેશ મંદિરે ગણેશ ચતુર્થીનીભકિતમય માહોલમાં ધામધૂમથી ઉજવણી

ProudOfGujarat

ખેડામાં એક્ટિવા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બે નાં મોત, એક ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

સુરતના હિન્દુસેનાને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!