Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગનાં કેલ્વીકુવા ગામે પોલીસથી બચવા કુવામાં પડી ગયેલા બૂટલેગરનું મોત.

Share

નેત્રંગ તાલુકાનાં કેલ્વીકૂવા ગામ ખાતે રહેતો દલસુખ ઉર્ફે ગોટીયો રૂપાભાઈ વસાવા નામના બુટલેગર પોલીસથી બચવા માટે કૂવામાં પડી જતાં તેનું ડૂબી જવાથી મોત નીપજયું હતું.

પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના પોલીસતંત્રના ચોપડે કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિઓને આસાનીથી અંજામ આપવા નેત્રંગને એપીસેન્ટર ગણવામાં છે. મોટાપાયે દારૂની હેરફેરી અને દારૂ પકડાવાની ઘટના અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે. જેમાં નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના દલસુખભાઇ રૂપાભાઇ વસાવા ઉફઁ ગોટીયો (ઉ.૩૮),અજય ચૈતર વસાવા, ભરત બુધીયા વસાવા અને રવી અશોક વસાવા બોરખાડી ગામની સીમમાં આવેલ ખેતરમાં હતા. ત્યારે ભરૂચ એલસીબીના જવાબદાર અધિકારીઓને દારૂની રેડ કરતાં દલસુખભાઇ રૂપાભાઇ વસાવા ઉફઁ ગોટીયો પોલીસથી ગભરાઇ જઇને નાસવા જતાં ખેતરથી નીચાણવાળા ખેતરમાં આવેલા કુવા પાસે પગ લપસી જવાથી કુવા પડતા ડુબી જવાથી મોત નિપજ્યું હતું.

જે બાદ પોલીસ કર્મીઓ દ્વારા આ બનાવ અંગે કોઈને નહીં કેવા મરણ જનરના મિત્રોને જણાવવામાં આવ્યું હતું અને જ્યાં સુધી પોલીસ કર્મીઓ પર કાર્યવાહી નહી થાય ત્યાં સુધી મૃતકની લાશને પોસ્ટમોર્ટમમાંથી પરત ઘરે નહી લઇ જવાની પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement

Share

Related posts

છ હજારની લાંચના કેસમાં સુરતના ત્રણ પોલીસમેનને ત્રણ વર્ષની કેદ

ProudOfGujarat

અંકલેશ્વર : દઢાલ અમરાવતી નદી પરનો પુલ બંધ થતાં અન્ય રસ્તાની વ્યવસ્થા કરી આપવા ગ્રામજનોએ આવેદન પાઠવી રજૂઆત કરી.

ProudOfGujarat

પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા શબેબરાત પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!