ભરૂચ નગરપાલિકા દ્વારા આજરોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં જણાવેલ હતું કે ધંધા ધારકોએ આગામી 30 મી સપ્ટેમ્બર સુધી વ્યવસાયવેરો ભરી દેવો અન્યથા અમુક મુદ્દતની પેનલ્ટી લાગવામાં આવશે.
ભરૂચ નગરપાલિકા દ્વારા બહાર પાડેલ આવેદનમાં જણાવ્યુ હતું, ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ દુકાનો, વ્યાપારી સંસ્થાઓ, હોટલો, પ્રાઈવેટ બેન્કો, પ્રાઈવેટ સ્કૂલો દરેક પ્રકારના ક્લાસીસ, કેબલ ઓપરેટરો, વીમા એજન્ટો, સોલીસીટરો, કાયદા વ્યવસાય, આર્કિટેક, એન્જિનયર, કન્સલ્ટન્ટો, એકાઉન્ટો, આંગડિયા પેઢી, સહકારી વગેરે ધંધા ધારકોએ બાકી પડતો વ્યવસાય વેરો આગામી તારીખ 30 મી સપ્ટેમ્બર સુધી નગરપાલિકા કચેરી વ્યવસાયવેરા શાખા ખાતે ભરવાનો રહેશે.
સપ્ટેમ્બર મહિના બાદ વ્યવસાય વેરો ભરનારને વાર્ષિત 18 % લેખે અને માસિક 1.5 % લેખે દંડ વસૂલાત કરવો પડશે. જેની જાહેર વેપારી સંસ્થાઓએ નોંધ લેવા જણાવવામાં આવ્યું હતું. જો વેરો ભરવામાં અચૂક થશે તો સંસ્થાના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.