Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં ઓનલાઇન ગેમ્સના રવાડે ચઢેલા બાળકે ઘરમાંથી લાખોની ચોરી કરી.

Share

ઓનલાઈન ગેમ્સનો યુવાનો અને બાળકોમાં દિલચસ્પ ઘણો વધવા પામ્યો છે તેમાં પબજી, ફ્રી ફાયર જેવી ગેમોમાં ડાયમંડ શસ્ત્રો ખરીદવા માટે બાળકો માવતરને જાણ કર્યા વિના બહારની દુકાનોમાંથી મોટી રકમ ચૂકવીને ગેમ્સ માટેના હથિયાર, વસ્ત્રોની ખરીદી કરીને માતા-પિતાઓને મુશ્કેલીમાં મુક્તા હોય છે. તેનો ભોગ માં બાપ બની રહ્યા છે તેવી જ એક ઘટના ભરુચ પંથકમથી સામે આવી હતી. પંથકના એક વિસ્તારમાં રહેતા વ્યકતિના પુત્રએ તેના જ ઘરમાં બચત કરેલા લાખો રૂપિયા ગેમ્સના આઈડી પાસવર્ડ મેળવા વેડફી નાખ્યા છે. ઓનલાઇન રમાતી મોબાઇલ ગેમ ભરૂચ જિલ્લાના કિશોરોના મન પર અસર કરી રહી છે, જેને લીધે પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે.

બાળકોમાં ઓનલાઈન ગેમ રમવાનું ચલણ વધતું જાય છે અને માતાપિતાએ ગેમ રમતા બાળકો પર ધ્યાન રાખવું જોઈએ. અન્યથા મોટું નાણાકીય નુકશાન વેઠવાનો વારો આવે છે. ભરૂચ જિલ્લામાં રહેતા 10 થી 12 વર્ષના પુત્રએ ઓનલાઇન ગેમ્સમાં ઘેલો લાગ્યો હતો. દિવસ રાત ગેમ્સમાં ઘેલો બનેલા બાળકે અન્ય પાસેથી આઈડી પાસવર્ડ મેળવવા માટે પિતાએ બચતના મુકેલા રૂપિયા અંદાજિત 5 થી 7 લાખ રૂપિયાની ચોરી કરીને અન્યને ઈસમોને આપ્યા હતા. પિતાને રૂપિયાની જરૂર પડતા લેવા જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. વધતી જતી મોબાઈલ ગેમોના કારણે બાળકો અભ્યાસ પર ધ્યાન આપતા નથી અને કલાકો અને દિવસોના દિવસો ગેમ રમવા પાછળ કાઢે છે અને પોતાના ભવિષ્યને અંધારમાં મૂકી રહ્યા છે. હાલ કોરોનામાં ઓનલાઈન ક્લાસને કારણે નાના નાના બાળકો પાસે પોતાના સ્માર્ટફોન થઈ ચૂક્યા છે અને માં બાપને બાળક ભણે એમ આશ હોય છે પરંતુ બાળકો ગેમ્સ રમીને પોતાનું અને તેઓના માતા પિતાનું નુકશાન કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

અમરેલી જિલ્લામાં ભાજપના પૂર્વ મંત્રી મધુબેન જોશીની હત્યા, પોલીસે હુમલાખોરને પકડવા તજવીજ શરુ કરી

ProudOfGujarat

રાજકીય વિવાદ : વડોદરામાં કેજરીવાલનાં કાર્યક્રમ સ્થળે બુલડોઝર પહોંચ્યા, આપ ના કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ.

ProudOfGujarat

કેમ વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદએ લોલીપોપ વંહેચી.તમામ સભ્યોએ લોલીપોપ લઈ શાસક પક્ષ પર આક્ષેપ કર્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!