Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે નરેન્દ્ર પટેલની બિનહરીફ વરણી.

Share

ડાંગ જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ગયેલ ડાંગ જિલ્લાના શિક્ષકોના સંગઠનમાં સતત કામગીરી કરનાર શ્રી નરેન્દ્રભાઈ ડી.પટેલને ઉમરગામ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થવા બદલ રણજીતકુમાર એમ પટેલ(આંતરિક ઓડિટર ગુ.રા.પ્રા.શિ.સંઘ)મીનાક્ષીબેન ડી પટેલ(મહિલા મંત્રી ગુ.રા.પ્રા.શિ.સંઘ) પરિમલસિંહ પરમાર (કારોબારીસભ્ય ગુ.રા.પ્રા.શિ.સંઘ) છાયાબેન સી.પટેલ (કારોબારીસભ્ય ગુ.રા.પ્રા.શિ.સંઘ) જયરાજ સિંહ પરમાર (મહામંત્રી સુબીર તા.પ્રા.શિ.સંઘ) જીજ્ઞેશકુમાર ડી પટેલ(સી.આર.સી.લહાનચર્યા) મનોજભાઈ આર પટેલ (સી.આર.સી.લવચાલી) રાહુલસિંહ પી.પરમાર (શિક્ષકશ્રી ડાંગ જિલ્લા પંચાયત) દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા.

નરેન્દ્રભાઈ એ ખૂબ જ ટૂંકા સમયમાં ઉમરગામ તાલુકા તથા વલસાડ જિલ્લાના શિક્ષક ભાઈ બહેનોના તમામ વહીવટી કામો તથા સામાજીક વ્યવહારોમાં મદદરૂપ થઈ એમનું દિલ જીતી આજે એના ફળ સ્વરૂપે કામની કદર કરી પ્રમુખના હોદ્દો માટે વરણી થઈ છે.

સાથે ઉમરગામ તાલુકાના તમામ શિક્ષક ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો કે આપે નરેન્દ્રભાઈએ કરેલા કામની કદર કરી એમને પ્રમુખ તરીકે પસંદગી કરી છે તે બદલ આપ સૌ શિક્ષકોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે.

Advertisement

Share

Related posts

ફોર્ડ ઇક્કોસ્પોર્ટ કારમાં દારૂનો જથ્થો લાવતા 2 ઇસમોની વડોદરા PCB એ કરી અટકાયત

ProudOfGujarat

વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશનમાં સત્યનારાયણની કથા યોજાઇ.

ProudOfGujarat

ઉત્તપ્રદેશના વારાણસીમાં યોજાનાર ૪૨ મી મેન્સ એન્ડ વુમન સિનિયર સુટિંગ બોલ ચેમ્પિનશિપમાં અંકલેશ્વરના બે યુવાનોની પસંદગી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!