પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસ પક્ષની વિવિધ પ્રવૃતિને વેગ આપવા અને વિવિધ કામગીરીને નવ નિયુક્ત નિરીક્ષકો દ્વારા વ્યાપ વધારવાના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત નિરીક્ષકો આને તાલુકા કોંગ્રેસના પ્રમુખોની મહત્વની મિટિંગ કોંગ્રેસ પક્ષની રણનીતિના ભાગરૂપે ગોધરા ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટીના અધ્યક્ષ સ્થાને અને મધ્યઝોનના નિરીક્ષક ડો. ઇરફાન રાઠોડની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
પંચમહાલ જિલ્લામાં ચાલી રહેલ કોવીડ-૧૯ ન્યાય યાત્રાએ સફળતા પૂર્વક કરેલ કામગીરીને બિરદાવી આવનાર સમયમાં જિલ્લામાં ગ્રામ્યમાં છેવાડા અને કસ્બા વિસ્તારો સુધી કોંગ્રેસની કામગીરીનો વ્યાપ વધારવા આહવાન કરવામાં આવ્યુ હતુ. જિલ્લામાં આગામી સમયમાં રાજ્ય અને રાષ્ટ્રીય નેતૃત્વ અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાનાર માર્ગદર્શનના કાર્યક્રમોના આયોજન અંગે પણ જરૂરી ચર્ચા વિચારણા થયેલ, પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસની કોવીડ ૧૯ ન્યાય યાત્રા દરમ્યાન કોવિડમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓના ફોર્મ ભરાઈને જે આવી રહ્યા છે તેની સમી સરકારી આંકડા જે આવ્યા છે તેમાં ખૂબ જ મોટા તફાવત સામે આવતા સરકારની અવિશ્વસનીયતા છતી થયી છે. પંચમહાલમાં આગામી સમયમાં કોવિડમાં સારવાર લેનાર વ્યક્તિઓની વિગતો પણ મેળવવા કામગીરી થઇ રહેલ છે ત્યારે પક્ષની વિવિધ કામગીરીને વધુ સક્રિયતાથી કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. મધ્ય ગુજરાત કોંગ્રેસના નિરીક્ષક ડો. ઇરફાન રાઠોડ પણ ઉપયોગી માર્ગદર્શન આપેલ જેમાં પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફિક તીજોરીવાલાએ પક્ષની વિવિધ કામગીરીથી સૌને વાકેફ કરેલ જેમાં ઉપસ્થિત જિલ્લાના તમામ શહેર તાલુકા કોંગ્રેસ પક્ષના પ્રમુખોએ પણ પોતાના વિચારો રજૂ કરેલ તથા નવ નિયુક્ત નિરીક્ષકોને નિયુક્તિ પત્રો એનાયત કરી નિષ્ઠાથી કામ કરવા સૂચના આપવામાં આવેલી જેમાં જિલ્લા કોંગ્રેસ મહામંત્રી આબીદ વકીલ, મંત્રી ઉમેશભાઈ શાહ, પંચમહાલ જિલ્લા સોશ્યલ મીડિયા પ્રમુખ સન્ની શાહ, શહેર પ્રમુખ સિદ્દીક ડેની, યુથ પ્રમુખ મિકી જોસેફ, સહિતના અગ્રણીઓએ ઉપયોગી સહયોગ આપેલ. મિટિંગમાં તમામ સભ્યો શહેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ, નવ નિયુક્ત નિરીક્ષકો, ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા : કોંગ્રેસની કામગીરીનો વ્યાપ વધારવા કોંગ્રેસપક્ષના નિરીક્ષકો અને તાલુકા પ્રમુખોની મિંટીગ યોજાઇ.
Advertisement