Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં 4 ઈંચ વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા..!

Share

વડોદરા શહેરમાં ગત રાત્રે વરસેલા ધોધમાર વરસાદમાં પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઇ હતી. શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અને સોસાયટીઓ અને ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. અટલાદરા વિસ્તારના જલારામનગરમાં પાણી ભરાઇ ગયા હતા . અટલાદરા તળાવ ઓવરફ્લો થતા પાણી બહાર નીકળી ગયું હતું અને કાર પાણીમાં ફસાઇ જતાં વાહન ચાલક ગાડી ત્યાં જ છોડીને રવાના થઇ ગયો હતો. વડોદરા શહેરમાં રાત્રે 8:30 વાગ્યા બાદ વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 11 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરના એમ.જી.રોડ, ચોખંડી, વાઘોડિયા રોડ, પાણીગેટ રોડ, અમદાવાદી પોળ, રાવપુરા રોડ, સુભાનપુરા અને ગોત્રી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા.

વડોદરામાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ પાદરામાં આખા દિવસમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. વડોદરામાં રાત્રે વરસેલા વરસાદના કારણે રોડ અને લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. વાઘોડિયા રોડ, ઉમા ચાર રસ્તા પર ચારેતરફ પાણી ભરાયા છે. આજવા રોડ પર આવેલી વિનય સોસાયટીમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. લોકોની ઘરવખરી પણ વરસાદી પાણીમાં પલળી ગઈ છે. રાતભર લોકોએ ઘરમાંથી પાણી બહાર કાઢ્યું હતું. તો બીજી તરફ, દર વર્ષની જેમ રાજમહેલ રોડ પર આવેલી રાજસ્થંભ સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા છે. લોકોના ઘરમાં વરસાદના પાણી ઘૂસ્યા છે. વડોદરામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા. રેલવે સ્ટેશન પાસેના ગરનાળામાં પાણી ભરાયા હતા. જેથી પાણી ભરાતાં ગરનાળું બંધ કરવામાં આવ્યું હતું. અલકાપુરીથી રેલવે સ્ટેશનને જોડતુ આ ગરનાળું ભારે વરસાદ (Mosoon 2021) માં હંમેશા પાણીથી ભરાઈ જાય છે. તો બીજી તરફ, ભારે વરસાદના કારણે ‘કાલુપુરા ચા લંબોદર ગ્રૂપ’નું ગણેશ પંડાલ પણ તૂટ્યું હતું. પંડાલ તૂટતાં બે કાર્યકરોને નજીવી ઈજા પહોંચી હતી. જોકે, ગણેશજી મૂર્તિ સુરક્ષિત થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : વહેલી સવારે ABC ચોકડી પાસે ફોર વ્હીલમાં લાગી આગ : રોડ પર ટ્રાફિકજામ સર્જાયો.

ProudOfGujarat

ઝધડીયા તાલુકાનાં ખરચી ગામે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

ભરૂચ : નવજીવન હ્યુન્ડાઈ ખાતે નવી ગ્રાન્ડ i10 NIOS અને AURA નું લોન્ચિંગ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!