· ઇક્વિટી એયુએમ રૂ.1,460 કરોડે પહોંચી
· કુલ એયુએમમાં ટોચના 5 શહેરોની એયુએમ 42.88 ટકા છે
· એએમસીની પોતાની કુલ ઓફિસ 27 સેન્ટર્સમાં ફેલાયેલી છે.
આઇટીઆઇ મ્યુચ્યુઅલ ફંડએ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં નવા પ્રવેશ કર્તા છે અને 2019માં તેની કામગીરીની શરૂઆતથી તેમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. 31મી ઓગસ્ટ, 2021ના રોજ ફંડ હાઉસની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ.2,000 કરોડને પાર થઈ છે. 3 મી ઓગસ્ટ, 2021 ના રોજ તેની કુલ રૂ.2,034 કરોડમાંથી, ઇક્વિટી એયુએમ રૂ.1460 કરોડ હતી, જ્યારે હાઈબ્રિડ અને ડેટ સ્કીમમાં અનુક્રમે રૂ.230 કરોડ અને રૂ.344 કરોડની એયુએમ હતી.
ફંડ હાઉસના પફોર્મન્સ અંગે જણાવતા, જ્યોર્જ હેબર જોસેફ, સીઇઓ અને સીઆઇઓ કહે છે, “આ અમને શ્રેષ્ઠ સંતોષ આપે છે કે, એએમસીના મેનેજમેન્ટમાં રોકાણકારોએ તેમનો અદ્દભુત આત્મવિશ્વાસ દર્શાવ્યો છે. અમે રોકાણકારોને લાંબાગાળા આધારીત વ્યાજબી વળતર આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ફંડ હાઉસએ “એસક્યુએલ” (એસ) માર્જિન ઓફ સેફ્ટી, (ક્યુ) ક્વોલિટી ઓફ બિઝનેસ અને (એલ) લો લિવરેજની રોકાણ નીતી દ્વારા કાર્યરત છે અને તે રોકાણકારોને એક શ્રેષ્ઠ રોકાણ અનુભવ ઓફર કરે છે.”
એયુએમની ભૌગોલિક ફેલાવો પણ સારો છે, જેમાં ટોચના પાંચ શહેરોમાં તે 42.88 ટકા ફેલાવો ધરાવે છે, જ્યારે ત્યારબાદના 10 શહેરો 24.18 ટકા અને ત્યારબાદના 20 શહેરો 16.03 ટકાની સાથે અન્ય 75 શહેરો 13.28 ટકા ફાળો ધરાવે છે અને ત્યારબાદ અન્ય શહેરો 3.63 ટકા હિસ્સો ધરાવે છે.” એમ જોસેફ ઉમેરે છે.
આ ફંડનો લક્ષ્યાંક ફંડમાં સતત લાંબાગાળાનું રિટર્ન ઉભું કરવાનો છે.
બહું ઓછા સમયમાં જ, આઇટીઆઇ મ્યુચ્યુઅલ ફંડએ 14,500 એમએફડીને સૂચીબદ્ધ કર્યા છે અને તેને આજની તારીખ સુધીમાં 27 બ્રાંચ સ્થાપી છે.
“અમારો લક્ષ્યાંક આગામી 10 વર્ષમાં દેશના ટોચના 10 મ્યુચ્યુઅલ ફંડ્સમાં સ્થાન મેળવવાનો છે. અમે પફોર્મન્સ, પારદર્શક્તા અને રોકાણકારોના રસનું ધ્યાન રાખવામાં શ્રેષ્ઠતા માટે જાણીતા થાય એવું ઇચ્છીએ છીએ. અમે દરેક કાર્યમાં શ્રેષ્ઠ અને અનુભવી ટીમને લીધી છે, કેમકે અમે અમારા પાર્ટનર અને રોકાણકારોને શ્રેષ્ઠ સેવા પૂરી પાડવા ઇચ્છીએ છીએ. અમે એક સારી શરૂઆત અને ભારતભરમાં અમારા તમામ ભાગીદારોની મજબૂત ભાગીદારી કરી છે.” એમ જોસેફ કહે છે.
સુચિત્રા આયરે