Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેડિયાપાડામાં પોણા નવ ઇંચ અને સાગબારામાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાતા બંને તાલુકાઓમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ.

Share

નર્મદા જિલ્લાના બે તાલુકાઓ દેડિયાપાડામાં અને સાગબારા તાલુકામા ગઈકાલે ભારે વરસાદ થતાં ચાલુ સાલે સીઝનના વરસાદનો રેકોર્ડ તોડી નાંખતા આ બન્ને તાલુકાઓમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દેડિયાપાડામાં અને સાગબારા તાલુકાના ઉપરવાસમા ભારે વરસાદને પગલે કરજણ નદીમા ભારે પાણીની આવક વધી જતા કરજણ ડેમ 24 કલાકમાં જ 12 મીટર વધુ ભરાઈ ગયો હતો. કરજણ ડેમ 24 કલાકમા 58% થી વધીને 79% ભરાઈ ગયો છે. કરજણ ડેમની સપાટી હાલ વધીને 109.23 મીટરે પહોચી છે, હાલ કરજણ ડેમમાં 1195 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

કરજણ ડેમ ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી ગણાય છે. હાલ ડેમમા સિંચાઈ માટે અને પીવા માટે પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હોય ડેમમાથી પાણી છોડવામાં આવતું નથી. બન્ને સ્મોલ હાઇડ્રોપાવર પણ બંધ રાખ્યા હોવાથી હાલ વીજ ઉત્પાદન પણ બંધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈ, ઓગસ્ટ બે મહિના નર્મદામા વરસાદ ખેંચાયા પછી સપ્ટેમ્બરમા શ્રાવણ પણ કોરો ગયા પછી ભાદરવામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. છેલ્લા પાંચ દિવસથી નર્મદામા સારો વરસાદ થયાં બાદ છેલ્લે દેડિયાપાડામાં અને સાગબારા તાલુકાઓએ વરસાદ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા જેમાં દેડિયાપાડામાં પોણા નવ ઇંચ અને સાગબારામાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાતા આ બન્ને તાલુકાઓમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ, નાળાઓનું ભારે ધોવાણ થયું છે.

Advertisement

દેડિયાપાડા તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ વરસાદ 959 મિ.મી.અને સાગબારા તાલુકામાં ૪૦૦ મિમી જેટલો વરસાદ થંવા પામ્યો છે
જેને કારણે બે દિવસથી નર્મદા ડેમ વિસ્તારમાં વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં એક ફૂટનો વધારો નોંધાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નર્મદા ડેમની છેલ્લા બે મહિનાથી જળ સપાટી ૧૧૫ થી ૧૧૬ મીટરની વચ્ચે જ રહેતી હતી. પરંતુ છેલ્લા બે દિવસથી નર્મદા ડેમ વિસ્તારમાં વરસાદના કારણે નર્મદા ડેમ પર પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી એક ફૂટ વધી છે. સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક 32654 ક્યુસેક છેઅને જાવક 4381 ક્યુસેક છે. નર્મદા ડેમની જળ સપાટી વધવાને કારણે સરદાર સરોવરમાં પાણીનું ગ્રોસ સ્ટોરેજ 4755 મિલિયન કયુબિક મીટર થયું છે. નર્મદાના આ બન્ને તાલુકાઓમા મુશળધાર વરસાદથી કરજણ
નદી, તરાવ નદી, દેવ નદી, ધામણખાડી, કંજાઈ ગામની નદી અને ખાડીઓમાં વરસાદના પાણીના ઘોડાપુર આવ્યા છે. મોટીપરોડી, ખોચર પાડા નદી અને ખાડી કોતરોમાં ઝરણાંઓમા ચેકડેમોમાં વરસાદના પાણી વહેતાં થયા હતા.

આ વિસ્તારનાખેડૂતોનાં ખેતરોમાં વરસાદ અમૃત તુલ્ય વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. જેમાં કપાસ, મકાઈ, તુવેર, ડાંગર, કયારાઓની ડાંગર, સોયાબીન, કેળ, શેરડી અને શાકભાજીના પાકને ક્ષયદો થયો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-119 મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-૧૦૯.૨૩ મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-૧૮૩.૫૦ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૮૩.૪૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે ૧૩.૯૮ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જગતાપ, રાજપીપળા


Share

Related posts

સુરતમાં AIMIM દ્વારા હિજાબ રેલી રદ કરાઇ.

ProudOfGujarat

વડોદરા : બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન મામલે આવાસો દૂર કરાતા ગોકુલ ભૈયાની ચાલીના રહીશોનો વિરોધ.

ProudOfGujarat

નડિયાદ : માતરના પરીએજ અને બામણ ગામ વચ્ચે કાંસ ઉપર આવેલ માઈનોર બ્રિજ ધરાશાયી થયો, કોઈ જાનહાનિ નહીં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!