Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખાડામાં ભરૂચ કે ભરૂચમાં ખાડા ..? : ખખડધજ રસ્તાને લઈ વિરોધ પક્ષ દ્વારા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને ખાસ રજુઆત : જાણો ન.પા. પ્રમુખે શું પ્રતિક્રિયા આપી ..?

Share

ભરૂચના ખખડધજ રસ્તાને લઈ વિરોધ પક્ષ દ્વારા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી. વરસાદના કારણે ભરૂચના મોટા ભાગના રસ્તા પર ખાડા પડયા હોય જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે જેથી વિરોધ પક્ષના સભ્યોએ નગરપાલિકામાં રજુઆત કરી હતી અને સાત દિવસમાં યોગ્ય નિરાકરણ નહી કરવમાં આવે તો નગરપાલિકાની તાળાબંધી કરી વિરોધ પક્ષ આંદોલન કરશે.

ભાજપના 27 વર્ષના શાસનમાં ભરૂચ ખાડામાં ઉતરી જવા પામ્યું છે. જ્યારે લોકો દ્વારા ટેક્ષ ભરવામાં આવે છે ત્યારે જો ટેક્ષ ભરવામાં મોડુ થઈ તો ભલભલા ચાર્જ લગાવી દેવામાં આવે છે ત્યારે સવાલ એ ઊભો થાય કે રસ્તાની કામગીરીને લઈને જે કોન્ટ્રાકટરો કામગીરી કરે છે તે કેવી કામગીરી છે જે નવો બનાવેલો રસ્તો એક જ વરસાદમાં ખાડાઓમાં ફેરવાઇ જાય છે ..?

વાહનચાલકોને રોજ હાલાકી વેઠવાનો વારો આવે છે. તે સામે ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલ ચર્ચામાં ભરૂચ નગરપાલિકા સતત 24 કલાક રોડ કાર્પેટિંગ અને જ્યાં જ્યાં તકલીફ પડી રહી છે તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરી રહી છે. સવારે ટ્રાફિકની સમસ્યા હોવાને કારણે રોજ રાત્રિ દરમિયાન કામગીરી હાથ ધરવામાં આવે છે. ભરૂચની હાલ સુધી એક-બે વિસ્તારની સમસ્યાઓને દૂર કરવામાં આવી છે. ગતરોજ પણ પાંચબત્તી વિસ્તારના માર્ગોને રીપેર કરવામાં આવ્યા હતા. આવનારા સમયમાં પાંચબત્તીથી સેવાશ્રમ રોડ પાસ થઈ ગયો છે જેનું કામ શરૂ કરવામાં આવશે, સ્ટેશનથી પાંચબત્તિ અને ત્યાંથી મકતમપુરની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. કસક્થી મકતમપુર વિસ્તારના રોડની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

Advertisement

Share

Related posts

ભરૂચના કેબલ બ્રિજ પરથી બાઇક સવાર હથિયાર લઈને પસાર થયાનો વિડીયો થયો વાયરલ.

ProudOfGujarat

ભુપેન્દ્ર સરકાર 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરશે : સમયમર્યાદામાં કાર્યો પૂર્ણ ન થાય તો જવાબદાર અધિકારી સામે પગલાં લેવાશે

ProudOfGujarat

સુરતનાં મોટા વરાછા વિસ્તારમાં શિયાળાની બરાબર જમાવટ થતાં તસ્કરો સક્રિય બન્યા છે અને એક બાદ એક ચોરીની વારદાતને અંજામ આપી રહયા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!