ક્રાઉન શૂટિંગ સ્પોર્ટસ એકેડેમી, વલાદ, જી. ગાંધીનગર ખાતે રમાયેલ ૪૦ મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ ચેમ્પયનશિપમાં સિનિયર પુરુષ તથા મહિલા તેમજ જુનિયર પુરુષ તથા કેટેગરીમાં સિંગલટ્રેપ, ડબલ ટ્રેપ અને સ્કીટ શોટગન શૂટિંગ સ્પર્ધમાં ૧૫૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં માનવરાજ ચુડાસમા ૧૨ વર્ષ અને ૯ માસના સૌથી નાની ઉંમરના યંગેસ્ટ શૂટર હતા.
તાજેતરમાં ક્રાઉન શૂટિંગ સ્પોર્ટસ એકેડેમી, વલાદ,જી. ગાંધીનગર ખાતે રમાયેલ ૪૦ મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ ચેમ્પયનશિપમાં ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચૂડાસમાના સુપુત્ર માનવરાજસિંહે ડબલ ટ્રેપ શોટગન શૂટિંગ સ્પર્ધમાં જુનિયર ટીમ કેટેગરીમાં ગોલ્ડ મેડલ, ડબલ ટ્રેપ શોટગન શૂટિંગ સ્પર્ધાની વ્યકિતગત જુનિયર કેટેગરીમાં સિલ્વર મેડલ અને ડબલ ટ્રેપ શોટગન શૂટિંગ સ્પર્ધાની વ્યકિતગત સિનિયર કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે.
આ જુનિયર શૂટર ઓક્ટોબર ૨૦૨૧ માં પંજાબના પટિયાલા ખાતે આયોજિત થનાર પ્રી નેશનલ શોટગન શૂટિંગ સ્પર્ધા (ઓલ ઇન્ડીયા જી.વી. માવળંકર શૂટિંગ સ્પર્ધા) માં ભાગ લેવા માટે ક્વોલિફાય થયેલ છે. આ જુનિયર શૂટર આવનાર સમયમાં ગુજરાત રાજ્ય વતી પ્રિ નેશનલ અને ત્યારબાદ ક્વોલિફાય થયેથી નેશનલ કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.