ભરૂચ રેલ્વે સ્ટેશન પર ટ્રેન જોઈ ગભરાયેલી એક મહિલા પ્લેટફોર્મ ચઢી ન શકતા સ્ટેશન પર ફરજ બજાવતા આરપીએફ ના હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ગોરજીયાએ મહિલાનો જીવ બચાવ્યો હતો . 7 મી સપ્ટેમ્બરે સવારે 8 થી 4 વાગ્યા સુધી ફરજ પર હાજર હતો.તે પોતાની ફરજ દરમિયાન પ્લેટફોર્મ પર ફરી રહ્યો હતો ત્યારે સવારે 9 વાગ્યાના અરસામાં અંદાજિત 50 વર્ષની એક અજાણી મહિલા રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહી હતી. ગત સવારના સમયે ભરૂચ આરપીએફ પોલીસ મથકમાં ધર્મેશ ગોરજીયા હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
આ ટ્રેક પર ગુડસ ટ્રેન પસાર થનાર હતી.તેના હોર્નના અવાજથી મહિલા ગભરાઈ જતા શું કરે તે સમજણ નહીં પડતા ત્યાં ફરજ ઉપર હાજર આરપીએફના હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ગોરજીયાએ આ મહિલાને જોતા ટ્રેક ઉપર કૂદીને પોતાના જીવની ચિંતા કર્યા વગર મહિલાનો હાથ પકડીને બીજી સાઈડ ઉપર ખેંચી લાવ્યો હતો અને અમુક સેકન્ડની અંદર ગુડસ ટ્રેન પસાર થઈ ગઈ હતી જેની આર પી એફ ના જવાન દ્વારા મહિલાનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો અને જે સમગ્ર ઘટના રેલ્વે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.