પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટોકરી નદી ઉપર બલદવા, પીંગોટ અને મધુવંતી નદી ઉપર ધોલી ડેમ આવેલ છે. જેને આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતાં ધરતીપુત્રોની જીવાદોરી ગણવામાં આવે છે. જેમાં બલદવા, પીંગોટ અને ધોલી ડેમ દર વર્ષે ઓવરફ્લો થાય છે, એટલે કે ત્રણેય ડેમ ૧૦૦ ટકા પાણીથી ભરાયા તેવું કહેવાય.
પરંતુ કમનસીબે ત્રણેય ડેમની જમણા-ડાબા કાંઠાની કેનાલ ૪૫ વષૅથી તુટેલી-જજૅરીત હાલતમાં છે. આજદિન સુધી કેનાલનું કોઇપણ પ્રકારનું પ્રા.સમારકામ કરાયું નથી. આ બાબતે ખેડુતોએ મુખ્યમંત્રી અને સિંચાઈ વિભાગના જવાબદાર લોકોને વારંવાર લેખિત-મૌખિક રજુઆત કરી છે પરંતુ કોઇપણ પ્રકારના પગલા ભરાયા નથી. જાણે રાજ્ય સરકારને આદિવાસી વિસ્તારના ખેડુતોની કંઈ જ પડી નથી તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે. ત્રણેય ડેમની કેનાલ તુટેલી-જજૅરીત હાલતમાં હોવાથી માત્ર ૩૦૦-૩૫૦ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળે છે, બાકીની ૪૦૦૦ હેક્ટરથી વધુ જમીન સિંચાઈના પાણીથી વંચિત રહેતા ત્રણેય ડેમની જમણા-ડાબા કાંઠાની કેનાલનું નવીનીકરણ થાય તેવી ખેડુતોએ માંગ કરી છે.
નેત્રંગનાં બલદવા, પીંગોટ અને ધોલી ડેમની કેનાલને નવીનીકરણ કરવા ખેડુતોની માંગ.
Advertisement