Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકામાં મેધરાજા વરસતા ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી જવા પામ્યો.

Share

પ્રથમ માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં મેધરાજા હાથતાળી આપી જતાં ખેડુતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા. ખેતીમાં સિંચાઈ અને ધરતીપુત્રોને પીવાના પાણીની ભયંકર તંગી પડી રહી હતી. શેરડી, કપાસ, સોયાબીન જેવા પાક સિંચાઈના પાણીના અભાવે મરણ પથારીએ પડેલા હતા. ભારે ગરમી અને બફારાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની જવા પામ્યું હતું. વહેલો વરસાદ થાય તે માટે ધરતીપુત્રો મેઘરાજાને આજીજી કરવા મજબુર બન્યા હતા.

છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ રહેતા ગમે ત્યારે વરસાદ થવાની શક્યતાઓ જણાઈ રહી હતી. જેમાં ગતરાત્રી મેધરાજાની વીજળીના કડાકા-ભડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં ૩.૫૨ ઇંચ વરસાદ થયો હતો, જ્યારે મોસમનો કુલ ૨૪.૫૬ ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદ થવાથી મરણ પથારી પડેલા પાકને જીવનદાન મળ્યું હતું. નેત્રંગ-રાજપારડી રોડ ઉપર આવેલ ફોકડી ગામના સબ સ્ટેશન પાસે વીજળી પડ્યાના અહેવાલ મળ્યા છે. કોઈ જાનહાની કે નુકસાન બાબતે જાણવા મળ્યું નથી. એકંદરે સરેરાશ વરસાદના પગલે ધરતીપુત્રોમા આનંદ વ્યાપી જવા માંડ્યો હતો. આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બલદવા ડેમના ઉપરવાસમાં ૬૨૧ એમએમ,પીંગોટના ઉપરવાસમાં ૫૫૦ એમએમ અને ધોલી ડેમના ઉપરવાસમાં ૪૧૧ એમએમ મોસમનો કુલ વરસાદ થયો હતો.

Advertisement

ત્રણેય ડેમની પાણી સપાટી :

      
                    ઓવરફ્લોની સપાટી      હાલની સપાટી 

(૧) બલદવા          ૧૪૧.૫૦ મીટર       ૧૩૬.૮૦ મીટર 

(૨) પીંગોટ           ૧૩૭.૭૦ મીટર      ૧૩૬.૦૫ મીટર 

(૩) ધોલી            ૧૩૬.૦૦ મીટર    ૧૩૩.૧૦ મીટર 


Share

Related posts

અંકલેશ્વર- પોતાના ઘરે અંધારું રાખી બીજા ના ઘરે દીવો પ્રગટે તેવું કામ કરી રહ્યા છે ટ્રાફિક ના જવાનો…

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણીના છેલ્લા દિવસે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારો એ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી

ProudOfGujarat

ભરૂચ : સીલુડી ચોકડી પાસેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!