ગોધરા શહેરના ડબગરવાસ વિસ્તારમાં આવેલી 70 વર્ષ જૂની ઇમારત ધસી પડતાં પડવાનો બનાવ બન્યો હતો પરંતુ કોઈ જાનહાની થવા પામી ન હતી. ઈમારતના માલિકે નગર પાલિકા તંત્રને જર્જરીત ઈમારત બાબતે રજૂઆતો કરી હતી. છતાં પણ કોઈ પરિણામ પ્રાપ્ત થયું હતું. પાલિકા દ્વારા અગાઉ પણ જર્જરિત ઈમારતોને દૂર ઉતારી લેવાની કામગીરી કરી હતી. ત્યારે આવી સામેથી રજૂઆતો ઈમારતના માલિકો દ્વારા કરવામાં આવે છે તે બાબતને પણ પાલિકા દ્વારા ધ્યાનમાં લેવી જરૂરી છે.
ગોધરા શહેરના ભરચક વિસ્તારમાં આવેલ શહેરા ભાગોળ ડબગર વાસ વિસ્તાર ખાતે આજે સવારે 70 વર્ષ જુની ઇમારતની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાની થવા ન પામી હતી. ગોધરાના શહેરા ભાગોળ ડબગર વાસ વિસ્તાર ખાતે રહેતા લક્ષ્મીબેન ડી પરમારની 70 વર્ષ જુની ઈમારત આવેલી છે જ્યાં કેટલાક લોકો આ જર્જરીત હાલતમાં પડી રહેલ ઈમારતની પાસે ગેરકાયદેસર કેબીન ઉભા કરી ધંધો કરી રહ્યા છે જેથી આ મકાનના માલિકએ ગોધરા નગરપાલિકામાં લેખિત રજુઆત કરી હતી કે અમારી 70 વર્ષ જુની ઈમારત નીચે કેટલાક લોકો કેબીન બાંધી ધંધો કરે છે જે કેબીન દૂર કરી અમારી 70 વર્ષ જુની ઈમારત ઉતારી આપવા માટે અવારનવાર રજુઆતો કરવા છતાં ગોધરા નગરપાલિકાએ આ બાબતે આંખ આડા કાન કરતાા હતા. જેમા સવારે મોટી એક દુર્ઘટના ટળી હતી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી ઉલ્લેખનીય છે કે આ 70 વર્ષીય જુની ઈમારત નીચે ડબગરવાસ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં અવરજવર કરે છે આથી ગોધરા નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો સત્વરે જાગી આ 70 વર્ષીય જુની ઈમારત ઉતારી આપે તેવું આ મકાનના માલિક લક્ષ્મીબેન ડી પરમાર માંગ કરી રહ્યા છે.
પંચમહાલ રાજુ સોલંકી