Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : મોસાલી ગામે રહેતા પર પ્રાંતીય કારીગરની લાશ ભુખી નદીમાંથી મળી.

Share

માંગરોળ તાલુકાના મોસાલી ગામે રહેતા એક પર પ્રાંતીય કારીગરની લાશ ભુખી નદીના પાણીમાંથી મળી આવી હતી. મોસાલી ગામે કમરાવાળી ચાલમાં રહેતો પ્રદિપસિંગ પંચમસિંગ રાજપુત ઉંમર વર્ષ ૩૨ મૂળ હીરાપુર ગામ તાલુકો લાહર જિલ્લો ભીડ, મધ્યપ્રદેશનો વતની હતો છેલ્લા ઘણા સમયથી મોસાલી ગામે પરિવાર સાથે રહેતો હતો અને મકાનોમાં ટાઇલ્સ ફીટીંગનું કામ કરતો હતો. ગતરોજ મોસાલી ગામના લીમડી ફળિયા પાછળ આવેલ ભુખી નદીમાં મૃત હાલતમાં પ્રદીપસિંગ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મરણ જનારનો મૃતદેહ કબજે લીધો હતો. આ ઘટનાના સંદર્ભમાં પત્ની શિવાનીબેન પ્રદીપસિંગે પોલીસ ફરિયાદ કરતા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરત : પુણા વિસ્તારમાં વરસાદી ઝાપટાથી રસ્તાઓ પર કાદવનું સામ્રાજ્ય સર્જાતા લોકોને હાલાકી.

ProudOfGujarat

જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયને આવકાર, સુરેન્દૅરનગર લીઁબડીમાં ઉજવણી કરાઇ

ProudOfGujarat

ભરૂચ : પત્રકાર અને કોંગ્રેસ અગ્રણી દિનેશ અડવાણી પર હુમલો કરનાર ગેંગ પૈકી એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!