ગૌને સૌ રમતા કરીને બોલાવે છે ત્યારે ગાયોનું જીવન હવે ખતરારૂપ સમાન થયું છે . ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની મુહિમ દેશમાં શરૂ થઇ છે ત્યારે બીજી બાજુ ગુજરાતમાં ગાયોની સંખ્યા ઘટી રહી હોવાનું સામે આવી રહ્યું છે.તેનું કારણ મુખ્યત્વે ગૌ હત્યા કરી તેનું માસ વેચવાનું અને પશુપાલક ક્ષેત્રે દૂધ ઉત્પાદનમાં ભેસ રખવાનું વધારે પસંદ કરવામાં આવતું હોવાથી ગાયની સંખ્યામાં ઘટાડો જણાઈ રહ્યો છે .
કેન્દ્ર સરકાર 2019માં કરવામાં આવેલી ગાય તથા ભેંસોની વસતિ ગણતરીમાં આ બાબત સામે આવી રહી છે. એ મુજબ ગુજરાતમાં ગાયોની સંખ્યા સાત વર્ષમાં ઘટી છે, જ્યારે ભેંસોની સંખ્યા આ સમય દરમિયાન વધી છે.
સૂત્રોથી મળતી માહિતી અનુસાર, ભારત સરકારના પશુઓની વસતિ ગણતરીના પ્રાપ્ત આંકડા પ્રમાણે, ગુજરાતમાં ગાયોની સંખ્યા વર્ષ 2012માં 99,83,953 સુધી પહોંચી ગઈ હતી, પરંતુ 2019માં આ સંખ્યા ઘટીને 96,33,637 થઈ ગઈ છે, એટલે કે
ગાયોની સંખ્યામાં સાત વર્ષના સમયગાળામાં 3.50 લાખનો ઘટાડો થવા પામ્યો છે . બીજી તરફ, ભારત સરકારની ગણતરી મુજબ આ સમયગાળામાં ભેંસોની સંખ્યામાં 1.52 ટકાનો વધારો નોંધાયો છે. રાજ્યમાં વર્ષ 2012માં 10,385,574 હતી, જે વર્ષ 2019માં વધીને 10,543,250 થઈ જવા પામી છે .