Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા: ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં જંગી વધારો : હોસ્પિટલમાં જામી ભીડ

Share

વડોદરા શહેરમાં દરરોજ મચ્છર અને પાણીજન્ય રોગોના કેસમાં મોટો વધારો થઈ રહ્યો છે. સહેરમાં વાઈરલ અને ડેન્ગ્યૂના કેસ વધી રહ્યાં છે. દરરોજ આશરે 300 નવા ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યાં છે. હોસ્પિટલોમાં લોકોની લાઇનો લાગી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે લોકોની લાઇનો લાગે છે. સયાજી હોસ્પિટલમાં સિઝનલ બીમારીના કેસ વધતાં વોર્ડ ઊભરાયો હતો. વોર્ડ બહાર થી લઈને OPD સુધી દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી. હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ થતા સેંકડો દર્દીઓ એ કલાકો સુધી કતારમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. હોસ્પિટલમાં અચાનક દર્દીઓ ની સંખ્યામાં વધારો થતાં તમામ બેડ ફૂલ થઈ ગયા હતા જેને પગલે કેટલાક દર્દીઓને નીચે સૂવડાવી સારવાર કરવાની ફરજ પડી હતી.

\બીજી તરફ પાલિકાની વિવિધ ટીમોએ લીધેલા 102 નમૂનામાંથી 33 ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 104 નમૂના પૈકી ચિકનગુનિયાના 21 કેસ પોઝિટિવ આવ્યા હતા.શહેરમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ વધીને 692 થયા છે, જ્યારે ચિકનગુનિયાના કુલ દર્દીનો આંક 406 પર પહોંચ્યો છે. પાલિકાની વિવિધ ટીમોએ શનિવારે 29,135 મકાનોમાં ચેકિંગ કરી 12,764 મકાનોમાં ફોગિંગ કર્યું હતું. આ કામગીરી દરમિયાન 485 લોકોને તાવ આવતો હોવાની ફરિયાદ મળી હતી. શનિવારે પાલિકાએ 17,331 મકાનોમાં તપાસ કરતાં 51 જેટલા ઝાડા-ઊલટીના કેસ અને 236 તાવના કેસ સામે આવ્યા છે. જોકે આજે ટાઇફોઇડના રામદેવનગર અને શિયાબાગ તેમજ કમળાના કારેલીબાગ અને કપુરાઈમાં એક એક કેસ નોંધાતાં તંત્રની ચિંતા વધી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના પાણેથા ગામે કેળ પાક સેમિનાર યોજાયો.

ProudOfGujarat

નાનકડા ગામના ત્રણ મિત્રોએ જુદા-જુદા વિષયમાં પી.એચ.ડી ની ડિગ્રી હાસિલ કરી…

ProudOfGujarat

ભરૂચ ગોલ્ડન બ્રિજ ની સ્થાપના ને ૧૩૭ વર્ષ પૂર્ણ થયા- કેમ કહેવામાં આવે છે આ બ્રિજ ને સોના નો પુલ જાણો વધુ…….. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!