Proud of Gujarat
GujaratFeaturedINDIA

પ્રદુષિત પાણીનો સિલસિલો યથાવત : અંકલેશ્વર જીઆઇડીસી પાસે વરસાદી કાંસમાં ઔદ્યોગિક વસાહત દ્વારા પ્રદૂષિત પાણી છોડાયું.

Share

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શિવમ પોલીસ સ્ટેશન પાસે આજરોજ નજીવા વરસાદ પડતાં જ વરસાદી કાંસમાં ઔદ્યોગિક વસાહત દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હતું જેથી સી પંપીંગ સ્ટેશન પ્રદૂષિત પાણી રોડ ઉપર ફરી વળ્યુ હતું, આ અને બે પંપ ચાલુ જ હતા. આ અંગેની જાણ જીપીસીબી ને થતાં તે ઘટનાસ્થળે જઈ પાણીના નમૂના લીધા હતા. છેલ્લા ઘણા સમયથી અમરાવતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. હમ નહિ સુધરેંગેનું સૂત્ર અંકલેશ્વરના ઉદ્યોગકારોએ સાબિત કરી નાખ્યું છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી NCT માં મોકલાતા એફ્લુઅન્ટ ક્વોલીટી અને કોન્ટીટી બંને જીપીસીબી દ્વારા નિર્ધારિત મર્યાદાથી વધારે આવતી હોય છે. NCT પાસે જરૂરિયાત મુજબના રિઝર્વ ગાર્ડ-પોંડ નહીં હોવાથી ફાઇનલ પમ્પીંગ સ્ટેશનથી પમ્પીંગ બંધ કરવામાં આવે છે. જેથી કોર્ટના હુકમનો ભંગ થાય તે રીતે આમલાખાડીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવે છે.

અગાઉ અંકલેશ્વરમાં આવેલી અંકલેશ્વર -પાનોલી અને ઝઘડિયાના મેમ્બર ઉદ્યોગોનું એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ કરીને દરીયામાં નિકાલ કરવાની જવાબદારી નર્મદા ક્લીન ટેકની છે. તેવા NCT દ્વારા પોતાના પ્લાન્ટમાંથી મોટા બે પાઇપો દ્વારા આમલાખાડીમાં મોટા જથ્થામાં ગંદુ પાણી છોડી પર્યાવરણને ગંભીર નુકસાન કરતા જીપીસીબી ની હાજરીમાં સ્થાનિક સામાજિક સંસ્થાના હાથે તારીખ ૧૦/૦૮/૨૧ રોજ ઝડપાયા હતા અને જીપીસીબીએ ઘટના સ્થળે નિરીક્ષણ કરી તપાસ રિપોર્ટ બનાવ્યો હતો અને સ્થાનિક જીપીસીબી ની કચેરી દ્વારા આ રિપોર્ટ વડી કચેરીએ કાર્યવાહી અર્થે મોકલવામાં આવ્યો હતો.
જે બાદ ગાંધીનગર જીપીસીબી વડી કચેરી દ્વારા NCT ને ૩૦ દિવસની મુદત બાદની ક્લોઝર નોટીસ આપવામાં આવી છે. નોટિસ મુજબ હવે પછી પર્યાવરણને થયેલ નુકશાન નો અંદાજ લગાવી નાણાકીય દંડ કરવામાં આવશે. પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા સ્થાનિક પોલીસ કચેરીમાં પણ આ બાબતે લેખિત જાણ કરવામાં આવી હતી.

Advertisement

પરંતુ હમ નહીં સુધરેગે જેવી નોબત થવા પામી છે. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોચી ગયો હોવા છતાં ઔદ્યોગિક વસાહતોમાંથી થોડા વરસાદ બાદ પણ પાણી છોડવામાં આવે છે જે ઘણી શરમજનક બાબત છે. આ અંગેની જાણ જીપીસીબી ને થતાં ઘટનાસ્થળે જઈ પાણીના નમૂના લીધા હતા છેલ્લા ઘણા સમયથી અમરાવતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ભરૂચના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ત્રણેય જળાશયોમાં જળ સ્તર ઘટ્યું, નહિવત વરસાદે ધરતી પુત્રોને ચિંતામાં મુક્યા..!!

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની પંચાયતી ચૂંટણીઓમાં મોટી સંખ્યામાં ઉમેદવારી પત્રો ભરાયા.

ProudOfGujarat

ભરૂચમાં સીટી બસ સંચાલકોની વધતી દાદાગીરીને આક્ષેપ સાથે જય ભારત ઓટો રીક્ષા એસોસિએશને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!