આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (“આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ”) દ્વારા 21 ઓગસ્ટ, 2020 ના રોજ ભારતી આક્સા જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (“ભારતી આક્સા”) ના સામાન્ય જીવન બિઝનેસને હસ્તગત કરવા વિશે કરવામાં આવેલી જાહેરાત માટે, ડિમર્જરની યોજના દ્વારા અને ત્યારબાદ 2 નવેમ્બર, 2020 ના રોજ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (“સીસીઆઈ”) તરફથી અપાયેલ મંજૂરી, અનુક્રમે 2 નવેમ્બર, 2020 અને 3 નવેમ્બર, 2020ના રોજ બીએસઇ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા જારી કરવામાં આવેલા ઓબ્ઝર્વેશન લેટર્સ અને 27 નવેમ્બર, 2020ના રોજ ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (“આઈઆરડીએઆઈ”) તરફથી અપાયેલી સૈદ્ધાંતિક મંજૂરી, 23 ફેબ્રુઆરી, 2021 ના શેરહોલ્ડરોની મંજૂરી અને 13 મે, 2021ના રોજ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (“એનસીએલટી” ) ની મુંબઈ બેન્ચની મંજૂરી, બાબતને ધ્યાનમાં લઈ આઈઆરડીએઆઈએ 3 સપ્ટેમ્બર, 2021ના કોમ્યુનિકેશન દ્વારા આ ટ્રાન્ઝેક્શનના સંદર્ભમાં તેની અંતિમ મંજૂરી આપી દીધી છે.
સૂચિત ટ્રાન્ઝેક્શન અર્થપૂર્ણ આવક અને સંચાલકીય સહયોગ દ્વારા તમામ હિસ્સેદારો માટે મૂલ્ય સર્જનમાં પરિણમે તેવી ધારણા છે. વધુમાં, પોલિસીધારકો અને ભાગીદારોને એન્હેન્સ્ડ પ્રોડક્ટ માળખા અને ગ્રાહક સાથેના ગાઢ ટચ પોઇન્ટ્સથી લાભ મેળવવો જોઈએ. સંયુક્ત વ્યવસાયના કર્મચારીઓને વિવિધ કામકાજ અને ક્ષેત્રોમાં વધુ તકો દ્વારા પણ લાભ થશે.
સુચિત્રા આયરે