Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના પાતલદેવી ગામે રેલ્વે ફાટક પાસેથી પોલીસે ૧૨ હજાર લીટર બાયોડીઝલ ભરેલું ટેન્કર ઝડપી પાડયુ.

Share

માંગરોળ તાલુકાના પાતલદેવી ગામે મુખ્ય માર્ગ પર રેલ્વે ફાટક નજીકથી પોલીસે ૧૨ હજાર લિટર બાયોડીઝલ ભરેલું એક ટેન્કર સાથે એક ઇસમને ઝડપી પાડી રૂપિયા 10,38,000 મુદ્દામાલ કબજે કર્યો હતો.

માંગરોળ પોલીસ વાંકલ ઝંખવાવ માર્ગ ઉપર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પાતલદેવી ગામના રેલવે ફાટક નજીક એક ટેન્કરને અટકાવી તપાસ કરતા બાર હજાર લીટર બાયોડીઝલ મળી આવ્યું હતું સાથે ટેન્કરના ચાલકને ઝડપી લઇ નામ પુછતા તેણે પોતાનું નામ દેવેન્દ્રભાઈ રમેશભાઈ તડવી હાલ રહે. કોસંબા તાલુકો માંગરોળ તેમજ મૂળ રહે ટિમ્બરવા તાલુકો બોડેલી જીલ્લો છોટાઉદેપુરનો વતની હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછમાં ઉપરોક્ત ઝડપાયેલ ટેન્કરનો માલિક અકબર અફસર શેખ રહે. કોસંબા ઇદગાહ ફળિયુ તાલુકો માંગરોળ જિલ્લો સુરતનો હોવાનું જણાવ્યું હતું તેમજ ઉપરોક્ત બાયો ડિઝલનો જથ્થો પાનોલી જી આઇ ડી સી માંથી ટેન્કરમાં ભર્યા હોવાનું જણાવ્યું હતું અને આ બાયોડીઝલ ઝંખવાવ માંડવી રોડ પર આવેલ જયેશભાઈની માલિકીની ખોડીયાર હોટેલ ખાતે લઈ જવાનો હતો. પોલીસે ચાલક પાસે બાયોડીઝલ વહનનાં જરૂરી પુરાવા માગ્યા હતા તેમજ લાયસન્સ ખરીદીના બિલ, લાયસન્સ વગેરે બાબતે યોગ્ય જવાબો ચાલક આપી શક્યો નહોતો. માંગરોળ પોલીસ દ્વારા તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને માંગરોળના મામલતદારને સુપ્રત કરવામાં આવ્યો છે ઉપરોક્ત પ્રવાહી બાયોડીઝલ છે કે કેમ તે અંગે જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે અને ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારીને મોકલવામાં આવ્યા છે છેલ્લા ઘણા સમયથી માંગરોળ તાલુકામાં બિનઅધિકૃત રીતે બાયોડીઝલનું વેચાણ કરતા ઇસમો પકડાય રહ્યા છે.

Advertisement

વિનોદ મૈસુરીયા વાંકલ


Share

Related posts

ઉમરપાડામાં આયુષ્ય ભવ સર્વે નિદાન કેમ્પ યોજાયો

ProudOfGujarat

વડોદરાનાં મકરપુરા વિસ્તારની વલ્લભ કોલોનીમાં તસ્કરોએ હાથફેરો કર્યો

ProudOfGujarat

ગુજરાત ATS એ સાવલીના મોકસી ખાતે નેક્ટર કેમ કંપનીમાં દરોડા પાડીને અંદાજે 225 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!