માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ગામીત ફળિયાના રહેતાં ગામીત બકુલકુમાર દલપતભાઈને સી.આર.પી.એફ. માં ફરજ બજાવે છે. દિલ્હી ખાતે ડીજીનાં હસ્તે ગેલેન્ટ્રી માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યું હતું અને વતન પહોંચતા વાંકલ મુખ્ય બજારમાં સરદાર ભવન શોપિંગ સેન્ટર ખાતે સ્વાગત કરાયું હતું.
૨૭ જુલાઈ ૨૦૧૯ ના રોજ જ્યારે ૧૪ CRPF માં તૈનાત હતા. તે દરમિયાન કોન્સ્ટેબલ ગામીત બકુલકુમાર દલપતભાઈએ બોનબજાર શોપિયાં ટાઉન જમ્મુ-કાશ્મીર ખાતે ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સાથે મુકાબલો થતાં તેઓ અને વળતો હુમલો કર્યો હતો. બે ભારે સશસ્ત્ર આતંકવાદીઓને ઠાર કર્યા હતાં. તેમની આ કર્તવ્ય, સરાહનીય કામગીરીને લઈ સિપાહી ગામીત બકુલકુમારનું દિલ્હી ખાતે ડીજી કુલદીપસિંહ યાદવનાં હસ્તે વીરતા પુરસ્કાર એનાયત કરાયો હતો અને આજે સાંજે વતન પહોંચતા વાંકલનાં સરપંચ ભરત વસાવા, તાલુકા પંચાયતના સભ્ય ભૂમિ વસાવા, તૃપ્તિ મૈસુરીયા તેમજ ગ્રામજનો અને આગેવાનો દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું અને ફૂલહાર પહેરાવી ફટાકડાં ફોડી સ્વાગત કરાયું હતું.
વિનોદ મૈસુરીયા વાંકલ