Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નેત્રંગમાં ભંગારના વેપારીએ બેટરીથી ચાલતી સાયકલ બનાવી.

Share

પેટ્રોલ-ડીઝલના પ્રતિ લીટર ભાવ સદી વટાવી ચુક્યો છે. ગરીબ-મધ્યમ પરીવારને કોરોના વાયરસના સંકટની સાથે પેટ્રોલ-ડીઝલના ધરખમ ભાવ વધારાની સીધી અસર જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ પડતા ઘર ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. સામાન્ય પરીવારોના માથે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાથી ચિંતાના વાદળો ધેરાઇ રહ્યા છે. તેવા સમયે નેત્રંગના લાલમટોડી વિસ્તારના ઈમ્તીયાઝભાઇ ખત્રીએ બેટરીથી ચાલતી સાયકલ બનાવી છે. જેની વિશેષતાની વાત કરીએ તો સાયકલમાં ચાર ટાયર છે. ૨૪ વોલ્ટની મોટર છે, ૧૨-૧૨ વોલ્ટની બે બેટરી છે. ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે સાયકલ ચાલે છે.

બેટરી ફુલ ચાર્જ કયૉ બાદ ૫૦ કિમી સુધી ચાલી શકે છે. સાયકલનું વજન ૬૦ કિ.ગ્રા હોવાથી નાના બાળકથી લઇને યુવકો પણ આસાનીથી હંકારી શકે છે. જેવી રીતે ફોરવ્હીલ કારમાં પગથી એક્સીલીટર અને બ્રેક કરી શકાય છે, તેવી જ રીતે આ સાયકલને પણ એક્સીલીટર-બ્રેક મારી શકાય છે. આ સાયકલને બનાવા માટે ભંગારનાં વેપારીને ૨ મહિનાનો સમય થયો હતો. તમામ જરૂરી સાધનો વેપારીએ વેસ્ટમાંથી બેસ્ટ એટલે ભંગારમાંથી જ ઉપયોગ કયૉ છે,અને મામુલી ખર્ચ રૂ.૫૦૦૦ આસપાસ થયો છે.

ઉલ્લેખનીય છે કે,પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી ગરીબ-મધ્યમવર્ગના પરીવારોને મોટરસાઇકલ કે ફોરવ્હીલ વાહનો પરવડે તેમ નથી. ત્યારે તેના વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક વાહનો છે. ત્યારે ભંગારના વેપારીએ પોતાની આગવી સુઝબુઝથી સાયકલ બનાવીને ગરીબ-મધ્યમ પરીવાર માટે પૈસાની બચતની સાથે એક પ્રેરણારૂપ કામગીરી કરી છે. ઇલેટ્રીક સાયકલને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા નજીક કારની ટક્કરે બાઇકનો કચ્ચરઘાણ : બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત…

ProudOfGujarat

અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા બેરોજગાર દિવસ નિમિતે અનોખો વિરોધ કર્યો.

ProudOfGujarat

રાજકોટમાં ઈલેક્ટ્રોનિકસના શો – રૂમના તાળા તોડી કરી તસ્કરો ચોરી કરી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!