Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના પાલેજમાં પ્રાથમિક શાળાઓનો પુનઃ પ્રારંભ : વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી જોવા મળી.

Share

ભરૂચ જિલ્લાના પાલેજમાં આવેલી ધી પાલેજ હાઇસ્કૂલ પાલેજ શાળા કોવિડ 19 ની મહામારીને કારણે 23 માર્ચ 2020 થી દેશવ્યાપી લાગેલા લોકડાઉનને કારણે સંપૂર્ણપણે બંધ હતી. જેથી શાળાના બાળકોને કોરોનારૂપી મેગા વેકેશન મળ્યું હતું. આ સમયગાળા દરમ્યાન સમયાંતરે શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું. આજથી સરકારના આદેશથી ધોરણ 6 થી 8 ના વર્ગો સ્કૂલમાં શરૂ કરી વિદ્યાર્થીઓને ઓફલાઇન શિક્ષણ આપવાની પ્રક્રિયા અંતર્ગત શાળાના વર્ગોમાં શિક્ષણ આપવાની શરૂઆત થઈ ચૂકી છે. શાળાઓ ખુલતાની સાથે શાળાએ જતા બાળકોમાં એક અનેરો ઉત્સાહ અને ચહેરા પર પોતાના જૂના મિત્રોને મળવાનો અનેરો આનંદ જોવા મળ્યો હતો.

દરમ્યાન શાળાઓ દ્વારા સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણ પણે પાલન કરાયું હતું. ઉત્સાહી બાળકો મો પર માસ્ક પહેરી પોતાની સાથે સેનેટાઈઝર પણ લાવ્યા હતા. આની સાથે જ કોરોના મેગા વેકેશનનો હજુ આંશિક અંત આવ્યો છે. સંપૂર્ણ અંત તો ત્યારે ગણાશે જ્યારે શાળાના તમામ વર્ગો શરૂ થશે. આજે બાળકોની સાથોસાથ વાલીઓમાં પણ અનેરો આંનદ જોવા મળ્યો હતો અને પોતાના બાળકોને શાળાના દરવાજા સુધી મૂકવા આવતા નજરે પડયા હતા.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

વણાકપોરના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા જાહેરનામા ભંગ બદલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો.

ProudOfGujarat

ભરૂચ શહેરના પાંચબત્તી પોલીસ સ્ટેશન સામે આવેલ મેવાવારા સ્ટોર માં બનીયાનધારી શખ્સ દ્વારા દુકાન માં પ્રવેશી હજારોની મત્તા ઉપર હાથફેરો કરી જતા ખળભળાટ મચ્યો હતો..

ProudOfGujarat

ઝઘડિયાની ગ્રામ પંચાયતોના વીસીઈ કર્મચારીઓએ વિવિધ માંગણીઓ મુદ્દે આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!