ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારીઓની કો.ઓ. ક્રેડિટ સોસાયટી દ્વારા બાળ કલ્યાણ યોજના અંતર્ગત શૈક્ષણિક કીટ તથા જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શિક્ષણ અધિકારી નવનીત મહેતા અને કાર્યક્રમના અતિથી વિશેષ તરીકે ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે થતા સંસ્થાના ચેરમેન પ્રવીણસિંહ રણા સહિતનાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ બાળકોના હિત માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારીઓની કો.ઓ.ક્રેડિટ સોસાયટી દ્વારા શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ થાય તેવી શૈક્ષણિક કીટ તથા તેઓના જીવનની જરૂયાત પડે તેવી વસ્તુઓનું ભૂલકાઓને વિતરણ કરવામાં આવ્યું હતું. ફૂલ નહી પણ ફૂલની પાંખડી સમાન મદદ કરવામાં આવી હતી. ભવિષ્ય શ્રેષ્ઠ બને તે હેતુસર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો જે અભ્યાસ માટે વસ્તુઓથી વંચિત છે તેવા બાળકોના ભવિષ્ય સાથે કોઈ ખેલવાડ ન થાય તે માટે ક્રેડિટ સોસયટી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી જેથી ભવિષ્યમાં શહેર સહિત રાજ્યનું નામ ગૌરવ કરી શકે.
ભરૂચ-નર્મદા જિલ્લાના મા.શાળાઓને બાલ કલ્યાણ યોજના અંતર્ગત શૈક્ષણિક કીટ તથા જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરાયું.
Advertisement