Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંથકમાં એક જ દિવસમાં બે કિશોરીઓના આપધાતથી ચકચાર

Share

ગતરોજ અંકલેશ્વર પંથકમાં હોનારત સર્જાઈ હતી એક 14 વર્ષીય બાળા અને 15 વર્ષીય કિશોરે અલગ અલગ વિસ્તારમાં કોઈ અંગત કારણોસર જિંદગીથી નાસીપાસ થઈ અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી અને મોતને ટુકાવ્યું હતું . જેથી તેઓના માં બાપના પગ નીચેથી જમીન ખસી જવાની નોબત આવી ગઈ હતી. માં –બાપના હ્રદય કંપી ઉઠ્યા હતા.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર અંકલેશ્વર પંથકના વાલિયા ખાતે એક કિશોરીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો. વાલિયાના સરદાર આવાસ ખાતે રહેતી અને ધોરણ-9 માં અભ્યાસ કરતી વૈશાલી વસાવા ગતરોજ એટ કે બુધવારે વહેલી સવારે ઘરમાં એકલી હતી, તે દરમિયાન તેણીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રેમમાં હારી ગયેલી વાલિયાની 14 વર્ષીય કિશોરીએ ગતરોજ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેના પરિવારના લોકો ઘરે આવ્યાં ત્યારે વૈશાલીના મૃતદેહને જોઇને તેઓને આધાત લાગી ગયો હતો. બનાવની જાણ થતા જ વાલિયા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવ્યો હતો.જેમાં પોલીસને સુસાઇડ નોટ પણ મળી આવી હતી. સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, તે વિશાલ નામના એક યુવાન સાથે પ્રેમ સંબંધમાં છે, પરંતુ વિશાલ તેની કદર નહિ કરતો હોવાથી તે નહી જીવી શકે તેથી અંતિમ પગલું ભરી રહી છે. પોલીસે સુસાઇડ નોટના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement


બીજા બનાવમાં અંકલેશ્વર પંથકના સારંગપુર ગામે 15 વર્ષીય કિશોર હંસ મંડલે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. સારંગપુર મંગલદીપ સોસાયટીમાં રહેતા હાંસે કોઈ અગંત કારણોસર મોતને વ્હાલયુ હતું . પરિવાર સ્તબ્ધ થતા ક્યાં કારણથી આપઘાત કર્યો તે કારણ અકબંધ રહ્યું છે. જીઆઇડીસી પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયા હતા.પોલીસે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. અંકલેશ્વરના સારંગપુર પાઈની મંગલદીપ સોસાયટીમાં રહેતા અને મૂળ બિહારના 15 વર્ષીય હંસ કુમાર મંડલે ગતરોજ કોઈ કારણોસર આપઘાત કરી લીધો હતો.ઘરે એકલા રહેતા મકાનના રૂમમાં છતની એંગલ સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ ઉપર આવી પહોંચી હંસ મંડલના મૃતદેહને નીચે ઉતારી પીએમ અર્થે ખસેડ્યો હતો. 15 વર્ષીય કિશોરે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસે તપસ હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વર રામકુંડની મુલાકાત ડેપ્યુટી સી.એમ નીતીન પટેલે લીધી….

ProudOfGujarat

વડોદરાના વડુ ગામમાં ઓટો રિક્ષાના એન્જિનમાં છૂપાવીને લવાતો ગાંજો ઝડપાયો 3 ઇસમોની ધરપકડ, એક ફરાર

ProudOfGujarat

સાહેબ પાર્કિંગ ક્યાં છે..? ભરૂચ -અંકલેશ્વરમાં ગાડીઓ લોક મારી દંડ વસુલતી પોલીસની કામગીરી સામે લોકોમાં સવાલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!